gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠા પૂરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો : પૂરગ્રસ્ત માટે કેશડોલ અને સહાયની માંગ સાથે ગૃહમાં સૂત્રો…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
બનાસકાંઠા પૂરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો : પૂરગ્રસ્ત માટે કેશડોલ અને સહાયની માંગ સાથે ગૃહમાં સૂત્રો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Assembly News: ગુજરાત વિધાનસભાના 15મા સત્રના ત્રીજા અને અંતિમ દિવસે વરસાદી હોનારતથી પ્રભાવિત બનાસકાંઠાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ઉગ્ર રજૂઆત કરી હતી. સુઈગામના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રશ્નોત્તરી કાળ બાદ તરત જ ઊભા થઈને તેમના વિસ્તારમાં થયેલી વિનાશક અસરો વિશે રજૂઆત કરી હતી.

ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ગૃહમાં જણાવ્યું કે વરસાદી હોનારતના લીધે બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં કેટલાય ગામો સંપર્ક અને સુવિધા વિહોણા બન્યા છે અને તેમણે પૂરગ્રસ્ત વિસ્તાર માટે તાત્કાલિક સહાયની માંગણી કરી હતી. આ મુદ્દાને સમર્થન આપવા માટે કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ રજૂઆત દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અમૃતજી ઠાકોરને ‘પોઈન્ટ ઓફ ઓર્ડર’ અથવા ‘પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન’ અંગે પૂછ્યું હતું. જોકે, ઠાકોરે પોતાનો મુદ્દો પકડી રાખીને પૂરગ્રસ્તો માટે સહાયની માંગણી પર ભાર મૂક્યો હતો.

ગૃહની બહાર નીકળીને મીડિયા સાથે વાતચીત કરતા ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, અમૃતજી ઠાકોર અને કાંતિલાલ ખરાડીએ જણાવ્યું કે તેમણે ગૃહમાં પાક નિષ્ફળતા અંગે સર્વે કરાવીને સહાય આપવાની માંગ કરી છે. તેમણે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક કેશડોલ આપવાની પણ માંગ કરી હતી.

અમૃતજી ઠાકોરે મીડિયાને વધુમાં જણાવ્યું કે વાવ, થરાદ અને સુઈગામ જેવા વિસ્તારોમાં અતિશય વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે, લોકોની ઘરવખરી ખરાબ થઈ ગઈ છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમણે સરકાર પર હવામાન વિભાગની આગાહી છતાં કોઈ અગમચેતીના પગલાં ન લેવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે માંગ કરી કે લોકોને તાત્કાલિક ઘરવખરી માટે કેશડોલ આપવામાં આવે જેથી તેમનું જીવન સરળ બને.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
Next Post
કોંગ્રેસ જૂનાગઢમાં નવા નિમાયેલા પ્રમુખોનું શિબિર યોજશે, રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા | congress…

કોંગ્રેસ જૂનાગઢમાં નવા નિમાયેલા પ્રમુખોનું શિબિર યોજશે, રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા | congress...

પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો, વિપક્ષનો ગંભીર આરોપ | par tapi na…

પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો, વિપક્ષનો ગંભીર આરોપ | par tapi na...

ભાજપ નેતાએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ! ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ | gujarat bjp…

ભાજપ નેતાએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ! ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ | gujarat bjp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …

6 months ago
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

11 months ago
Watch: અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો | Ahmedabad…

Watch: અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો | Ahmedabad…

8 months ago
પાકિસ્તાને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું : બલોચ અમેરિકન કોંગ્રેસનો દાવો | Pakista…

પાકિસ્તાને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું : બલોચ અમેરિકન કોંગ્રેસનો દાવો | Pakista…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News