gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વોલેટીલિટીના અંતે નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 124 પોઈન્ટ વધીને 81549 | Nifty crosses 25000 at the …

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in Business
0 0
0
વોલેટીલિટીના અંતે નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 124 પોઈન્ટ વધીને 81549 | Nifty crosses 25000 at the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક મોરચે ટ્રમ્પ હજુ વિશ્વને ટેરિફના નામે નચાવવાનું ચાલુ રાખીને ભારત પર ૧૦૦ ટકા ટેરિફ યુરોપીયન યુનિયન લાદે એવી હાકલ કર્યા સામે યુરોપના દેશોએ ઈન્કાર કરી દેતાં અને બીજી તરફ યુક્રેન-રશીયા યુદ્વ, ઈઝરાયેલ-હમાસ યુદ્વની સાથેસાથે નેપાળ, ફ્રાંસમાં આંતરવિગ્રહની પરિસ્થિતિને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહ્યા સામે ભારતીય શેર બજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે એકંદર સાધારણ મજબૂતી રહી હતી. ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજીને વિરામ  આપી પ્રોફિટ બુકિંગ કર્યા સાથે ઓઈલ-ગેસ શેરો, મેટલ-માઈનીંગ અને બેંકિંગ, ફાર્મા શેરોમાં ખરીદી કરી હતી. ઓટો શેરોમાં ફંડો સતત વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક અશાંતી વચ્ચે ભારતીય બજારોમાં વિદેશી રોકાણનો પ્રવાહ ફરી વહેતો થવાની અપેક્ષાએ પણ ખરીદી જોવાઈ હતી. સેન્સેક્સ અફડાતફડીમાં ૮૧૨૧૬થી ૮૧૬૪૩ વચ્ચે અથડાઈ અંતે ૧૨૩.૫૮ પોઈન્ટ વધીને ૮૧૫૪૮.૭૩  બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૯૪૦થી ૨૫૦૩૮ વચ્ચે અથડાઈ અંતે ૩૨.૪૦ પોઈન્ટ વધીને ૨૫૦૦૫.૫૦ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ : ગેઈલ, ઈન્ડિયન ઓઈલ, અદાણી ટોટલ ગેસ, એચપીસીએલ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ એકંદર મજબૂત રહ્યા છતાં ભારતની રશીયાથી ઓઈલની પાછલા દિવસોમાં મોટી આયાતને લઈ ભાવ અંકુશમાં રહેતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી રહી હતી. ગેઈલ ઈન્ડિયા રૂ.૫ વધીને રૂ.૧૭૮.૯૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૨.૭૫ વધીને રૂ.૧૪૩.૯૦, અદાણી ટોટલ ગેસ રૂ.૮.૯૦ વધીને રૂ.૬૦૬.૭૦, એચપીસીએલ રૂ.૫.૨૫ વધીને રૂ.૩૯૭.૯૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૪૫ વધીને રૂ.૨૭૮.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૦૮.૧૫ પોઈન્ટ વધીને ૨૬૨૪૧.૭૨ બંધ રહ્યો હતો.

ઈન્ફોસીસના બાયબેક પૂર્વે આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : ક્વિક હિલ, નેટવેબ, જેનેસીસ, ઈમુદ્રા ઘટયા

ઈન્ફોસીસ દ્વારા શેરોના બાયબેકને બોર્ડ મીટિંગમાં જાહેર કરતાં પૂર્વે આજે ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૩૨૨.૮૦, નેટવેબ રૂ.૧૩૦.૫૦ ઘટીને રૂ.૩૦૦૧.૪૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૨૧.૬૦ ઘટીને રૂ.૫૭૬.૭૦, યુનિઈકોમ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૧૪૫.૧૦, ઈમુદ્રા રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૬૭૩.૮૦, ઝેગલ રૂ.૭.૪૦ ઘટીને રૂ.૩૬૮.૩૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૩૦.૨૦ ઘટીને રૂ.૯૧૩૭.૯૫,  ઈન્ફોસીસ રૂ.૨૩.૧૫ ઘટીને રૂ.૧૫૦૯.૫૦, એમ્ફેસીસ રૂ.૪૦.૧૫ ઘટીને રૂ.૨૯૨૬.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૦૮.૦૪ પોઈન્ટ ઘટીને ૩૫૩૬૨.૧૮ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફંડો સતત વેચવાલ : બજાજ ઓટો રૂ.૧૩૪ તૂટયો : આઈશર, હીરો મોટોકોર્પ ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. યુરોપીય દેશો સાથે ભારતની ટ્રેડ ડિલની અપેક્ષા અને જીએસટીમાં રાહત છતાં હજુ અમેરિકા મામલે અનિશ્ચિતતા અને દેશમાં અતિવૃષ્ટિને લઈ વાહનોની  ખરીદી અપેક્ષિત નહીં રહેવાના અંદાજોએ ફંડો ઓટો શેરોમાં સાવચેત રહ્યા હતા. સોના બીએલડબલ્યુ રૂ.૧૦.૧૦ ઘટીને રૂ.૪૩૯.૮૫, આઈશર મોટર્સ રૂ.૭૫.૬૫ ઘટીને રૂ.૬૭૫૬.૮૫, બજાજ ઓટો રૂ.૧૩૩.૬૦ ઘટીને રૂ.૯૧૦૯.૪૫, બોશ રૂ.૩૫૭.૩૫ ઘટીને રૂ.૪૦,૬૪૫.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૯.૪૬ પોઈન્ટ ઘટીને ૫૯૭૧૫.૬૬ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ : ઈન્ડસઈન્ડ બેંક, ફેડફિના, ચૌલા હોલ્ડિંગ, રેપકો હમ, જેએમ ફાઈ. વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે  પસંદગીની ખરીદી જળવાઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૯૫ વધીને રૂ.૮૬૭.૬૫, ફેડફિના રૂ.૧૦.૬૫ વધીને રૂ.૧૫૧.૮૦, ચૌલા હોલ્ડિંગ રૂ.૭૬.૩૫ વધીને રૂ.૧૮૮૧.૨૫, રેપકો હોમ રૂ.૧૪.૦૫ વધીને રૂ.૩૭૫.૭૦, પૈસાલો રૂ.૧.૧૩ વધીને રૂ.૩૮.૦૬, એસએમસી ગ્લોબલ રૂ.૩.૬૫ વધીને રૂ.૧૩૮.૯૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૪.૫૦ વધીને રૂ.૧૮૦.૨૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૧૪.૮૫ વધીને રૂ.૬૨૦.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૧૫.૯૮ પોઈન્ટ વધીને ૬૧૨૧૪.૯૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આકર્ષણ  : ભેલ, સીજી પાવર, સુપ્રિમ, મઝગાંવ ડોક, સિમેન્સ, એબીબી વધ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ભેલ રૂ.૮.૯૫ વધીને રૂ.૨૨૮.૯૦, સીજી પાવર રૂ.૧૫.૭૫ વધીને રૂ.૭૮૪.૮૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૬.૦૫ વધીને રૂ.૪૩૫૧.૭૫, મઝગાંવ ડોક રૂ.૩૯.૧૦ વધીને રૂ.૨૭૯૩.૯૫, સિમેન્સ રૂ.૪૨.૧૫ વધીને રૂ.૩૧૮૬.૫૦, એબીબી ઈન્ડિયા રૂ.૫૩.૭૫ વધીને રૂ.૫૨૧૭.૫૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ છતાં ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૧૫૩૯ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાઈ રહ્યું હતું. પરંતુ ઉછાળે ઘણા શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતાં ગઈકાલની તુલનાએ  માર્કેટબ્રેડથ નબળી પડી હતી. એનએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૩૧૫૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૩૯ અને ઘટનારની સંખ્યા ૧૫૧૫ રહી હતી. ૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ લાગી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૯૯  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૧૯ અને ઘટનારની ૨૧૦૩ રહી હતી.

ફાર્મા શેરોમાં મજબૂતી : એમક્યોર રૂ.૬૮ ઉછળ્યો : નારાયણ હ્યુદાલ્યા, યુનિકેમ, મેટ્રોપોલિસ વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે પણ ફંડોની પસંદગીની ખરીદી જળવાઈ રહેતાં એકંદર મજબૂતી રહી હતી. એમક્યોર રૂ.૬૭.૮૫ વધીને રૂ.૧૪૨૫.૪૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૬૫.૨૫ વધીને રૂ.૧૯૮૩, યુનિકેમ લેબ. રૂ.૧૫.૯૫ વધીને રૂ.૬૪૦.૫૦, મેટ્રોપોલીસ રૂ.૪૭.૧૫ વધીને રૂ.૧૯૮૪, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૫.૨૦ વધીને રૂ.૩૩૮.૮૦, થેમીસ મેડી રૂ.૧.૬૫ વધીને રૂ.૧૨૫.૧૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૨૭.૩૩ પોઈન્ટ વધીને ૪૪૮૦૧.૫૯ બંધ રહ્યો હતો.

FPIs/FIIની રૂ.૩૪૭૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૦૪૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૩૪૭૨.૩૭  કરોડની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. કુલ રૂ.૧૦,૦૦૮.૭૫  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૪૮૧.૧૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૪૫૪૫.૫૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૮૩૧.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૮૫.૬૭ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૩ હજાર કરોડ વધીને રૂ.૪૫૭.૧૮ લાખ કરોડ

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ  વોલેટીલિટીના અંતે મજબૂતી સામે સ્મોલ, મિડ કેપ ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થવા સાથે પસંદગીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૭૩ હજાર કરોડ વધીને રૂ.૪૫૭.૧૮ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, નવ શખ્સો સામે કાર્યવાહી

ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t…

ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધ્રાંગધ્રાના જીવા ગામના મંદિરમાં થયેલ ચોરીનો આરોપી ગામનો જ નીકળ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનસુખ વસાવાની ચેતવણી – સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું – અમને ફેર નથી પડતો | P…

મનસુખ વસાવાની ચેતવણી – સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ, ચૈતરે કહ્યું – અમને ફેર નથી પડતો | P…

6 months ago
વડોદરા: ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ની 17 ડુપ્લીકેટ નોટો પધરાવી, ગ્રાહક સામે પોલીસ ફરિયા…

વડોદરા: ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ની 17 ડુપ્લીકેટ નોટો પધરાવી, ગ્રાહક સામે પોલીસ ફરિયા…

6 months ago
ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં | operation sindo…

ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં | operation sindo…

1 year ago
રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું | Big …

રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું | Big …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News