આમ આદમી પાર્ટીએ સફાઈ અંગે તંત્રની આંખો ખોલવા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રતાપનગર બ્રિજ ઉપર તગારા અને પાવડા લઈ પહોંચેલા કાર્યકર્તાઓએ સફાઈ કામગીરી હાથ ધરી સત્તાપક્ષ અને તંત્રની ઝાટકણી કાઢી હતી.
કાર્યકર્તાઓનું કહેવું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આ બ્રિજ ઉપર સફાઈ ન થવાથી બ્રિજ ઉપર ઘાસ ઊગી નીકળ્યા છે. તેમજ બંને તરફ માટીના થર જામી ગયા છે. તંત્રની આંખો ખુલે તે માટે અહીં સફાઈ કરી લોકોને સુવિધા આપવાનો પ્રયાસ છે. શહેરમાં ઠેર ઠેર સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ ગંદકીના ઢગલા દૂર થઈ રહ્યા નથી. જેથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. નાગરિકો સમયસર વેરાની ભરપાઈ કરે છે પરંતુ, તેની સામે સુવિધા મળી રહી નથી. વિકાસ માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ ખોદકામના કારણે રસ્તાઓ બંધ કરાતા લોકો પરેશાન છે. કોર્પોરેશન સફાઈનું મહત્વ સમજે અથવા મેયર પદની જરૂર નથી. જ્યાં સુધી નિંદ્રાધીન તંત્ર નહીં જાગે ત્યાં સુધી ઝુંબેશ ચલાવીશું