– જિલ્લામાં ટુવ્હીલરના અકસ્માતો વધ્યા
– નડિયાદ હેલીપેડ ચોકડી, ચકલાસી ગમનપુરા કાંસ અને ચકલાસી એક્સપ્રેસ-વે પર અકસ્માત
નડિયાદ : નડિયાદ હેલીપેડ ચોકડી, ચકલાસી ગમનપુરા કાંસ ઉપર તેમજ ચકલાસી એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં પાંચ ટુવ્હીલર સવારને ઇજા થઈ હતી. જ્યારે ગાડીમાં ડ્રાઇવરની સાઈડમાં બેઠેલા વ્યક્તિનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.