નવરાત્રી માટે ફાયર સેફ્ટી ગાઇડલાઇન જાહેરઃ૨૧ શરતોનું પાલન
કરવુ પડશે
પ્રતિ ચોરસ એક વ્યક્તિથી વધુને પ્રવેશ નહીંઃઆગ લાગે તેવા પદાર્થોનો સંગ્રહ નહીં કરવા અને જરૃરી અગ્નિશામક સાધન રાખવા પણ સુચના
ગાંધીનગર : નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને ગાંધીનગર
મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સવસિસ દ્વારા ફાયર સેફટી માર્ગદશકા જાહેર
કરવામાં આવી છે. ખેલૈયા અને દર્શકો સુરક્ષિત રીતે આ તહેવારનો આનંદ માણી શકે તે
માટે જાહેર કરવામાં આવેલી આ એસઓપી પ્રમાણે,
આયોજકોએ ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ફરજીયાત લેવુ પડશે અને વિરોધ દિશામાં બે
ઇમરજન્સી એક્ઝીટ રાખવા પડશે.
ગાંધીનગર મહાનગરપાલિકાએ નવરાત્રીના આયોજકો માટે ટેમ્પરરી
ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવવું ફરજિયાત કર્યું છે. સ્થળના નિરીક્ષણ બાદ જ આ
સર્ટીફીકેટ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવશે. મંડપમાં પ્રવેશની ક્ષમતા મુજબ જ
લોકોને પ્રવેશ આપવો પડશે,
જેમાં દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટરની જગ્યા સુનિશ્ચિત કરવી
ફરજિયાત છે. આ ઉપરાંત, દૈનિક
પ્રવેશનો રેકોર્ડ પણ આયોજકોએ રાખવો પડશે. ઇમરજન્સી એક્ઝિટ ગેટ પરસ્પર વિરુદ્ધ
દિશામાં રાખવા પડશે તો જ્વલનશીલ સામગ્રી,
પ્રવાહી કે ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ નહીં કરવા પણ એસઓપીમાં સ્પષ્ટ ઉલ્લેખ
કરવામાં આવ્યો છે.
માર્ગદશકા મુજબ,
તમામ ઇલેક્ટ્રિક વાયરીંગ માન્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા તપાસેલું હોવું
જોઈએ અને તે વીજળી અધિનિયમને અનુરૃપ હોવું જરૃરી છે. મૂત પાસે રાખવામાં આવતા દીવા
નીચે રેતીનો બેઝ ફરજિયાત છે. દરેક ૧૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૬ કિલોગ્રામના બે એબીસી ટાઇપના અને ૪.૫ કિલોગ્રામના સીઓટુ ટાઈપ
ફાયર એક્સટીંગ્યુશરરાખવા પડશે. આયોજકોએ પ્રવેશદ્વાર પર ફાયર વિભાગ, પોલીસ અને
એમ્બ્યુલન્સના ઇમરજન્સી નંબરો દર્શાવતુંં બોર્ડ લગાવવું પડશે. સાથે જ, ફાયર
એક્સટીંગ્યુશરનો ઉપયોગ કરનાર જાણકાર વ્યક્તિઓ ૨૪ કલાક ઉપલબ્ધ રાખવી પડશે. એટલુ જ
નહીં, ગાંધીનગર
મહાનગરપાલિકા દ્વારા આ નિયમોનું પાલન થાય તે માટે સમયાંતરે ચકાસણી કરવામાં આવશે.
નિયમોનું ઉલ્લંઘન થાય તો આયોજકોએ તે સુધારવું પડશે, અન્યથા કાર્યક્રમ બંધ કરાવવામાં આવશે. કોઈપણ અકસ્માતની
જવાબદારી આયોજકોની રહેશે તેમ પણ એસઓપીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.