આતંકીઓએ સ્થાનિકોને ત્યાં છૂપાવાની જુની રણનીતિ બદલી
જંગલમાં એન્કાઉન્ટર સ્થળે બંકરમાં આતંકીઓના ગેસ સ્ટવ, પ્રેશર કૂકર સહિતના વાસણો અને રાશન સામગ્રી મળી આવી
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની રણનીતિ બદલી છે, અત્યાર સુધી આતંકવાદીઓ સ્થાનિકોના ઘરોમાં છુપાઇને રહેતા હતા જોકે હવે જંગલોમાં અન્ડરગ્રાઉન્ડ બંકરો બનાવી રહ્યા છે. આતંકીઓ ગાઢ જંગલોમાં આ બંકરો બનાવી રહ્યા હોવાનો ખુલાસો અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં આતંકીઓના એન્કાઉન્ટર સ્થળેથી રસોઇ બનાવવા માટેના વાસણ, ગેસ સ્ટવ વગેરે મળી આવ્યા હતા.