gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવીને જેલ ભેગા કરી દઈશું’, છોટાઉદેપુરમાં શિક્ષકોનો પાલિકા અને આચાર્ય પ…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
‘છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવીને જેલ ભેગા કરી દઈશું’, છોટાઉદેપુરમાં શિક્ષકોનો પાલિકા અને આચાર્ય પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur Bribe Case:  છોટા ઉદેપુર જિલ્લામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એસ.એફ. હાઇસ્કૂલમાં નવા નિમાયેલા શિક્ષકોએ શાળાના આચાર્ય અને છોટા ઉદેપુર નગરપાલિકાના હોદ્દેદારો વિરુદ્ધ લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ‘ફૂલ’ અને ‘ફૂલની પાંખડી’ જેવા સાંકેતિક નામો હેઠળ જુલાઈ 2025થી આ લાંચની માંગણી કરવામાં આવી રહી હોવાનો આરોપ છે.

શિક્ષકોને ઓફિસમાં બોલાવી, મોબાઈલ જપ્ત કરી ધમકી અપાઈ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત 15 સપ્ટેમ્બર, 2025ના રોજ, પીડિત શિક્ષકોને નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં એક મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. અહીં તેમના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને અન્ય પદાધિકારીઓની હાજરીમાં શિક્ષકોને અપમાનિત કરી ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. શિક્ષકોને કહેવામાં આવ્યું હતું કે તેમની નિમણૂક અમાન્ય છે અને તેમના પગાર પાછા ખેંચી લેવામાં આવશે.

આ મીટિંગમાં સ્પષ્ટપણે ધમકી આપવામાં આવી હતી કે જે શિક્ષકો લાંચની રકમ ચૂકવશે, તેમને નોકરીમાં રજાઓ અને અન્ય સુવિધાઓનો લાભ મળશે. જ્યારે લાંચ ન આપનારા શિક્ષકોને ખોટા કેસોમાં ફસાવીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ફરિયાદમાં ડૉ. હાર્દિક ધામેલિયા નામના શિક્ષકને જાહેરમાં ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ છે. તેમને કહેવામાં આવ્યું કે, ‘છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવીને તમને જેલમાં પુરાવી દઈશું.’

કાયદેસર ભરતી છતાં લાંચ માટે દબાણ

પીડિત શિક્ષકોનું કહેવું છે કે તેઓ TAT-1 અને TAT-2 જેવી કઠિન પરીક્ષાઓ પાસ કરીને કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા હેઠળ સંપૂર્ણપણે કાયદેસર રીતે નિમણૂક પામ્યા છે. સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં, શાળા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા લાખો રૂપિયાની લાંચ માટે દબાણ કરવું એ ભ્રષ્ટાચારની ચરમસીમા છે.

શિક્ષકોની પોલીસ પાસે સુરક્ષા અને તપાસની માંગ

આ સમગ્ર મામલે શિક્ષકોએ પોલીસ સમક્ષ તાત્કાલિક રક્ષણ પૂરું પાડવાની માંગ કરી છે. આ ઉપરાંત, શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સંડોવાયેલા તમામ સભ્યો વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ધમકી અને શિસ્તભંગના આરોપો હેઠળ કડક તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. શિક્ષકોએ એવી પણ રજૂઆત કરી છે કે ભવિષ્યમાં તેમના પર કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક હુમલો થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત અધિકારીઓની રહેશે.

શિક્ષકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘અમે ઈમાનદારીપૂર્વક અમારી ફરજ બજાવી રહ્યા છીએ. લાંચખોરી અને દબાણની આ પ્રવૃત્તિઓ સામે અમે ચૂપ બેસીશું નહીં. જો સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો અમે આ સમગ્ર કૌભાંડને જાહેરમાં ઉજાગર કરવા માટે પણ તૈયાર છીએ.’ આ ઘટનાએ છોટા ઉદેપુરના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના ‘ફેક્ટ ચેક’ પર રાહુલ ગાંધીનો જવાબ | rahul ga…

બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના 'ફેક્ટ ચેક' પર રાહુલ ગાંધીનો જવાબ | rahul ga...

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda…

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda...

લગ્ન કરવા અમેરિકાથી લુધિયાણા આવી હતી 69 વર્ષની ‘દુલ્હન’, મંગેતરે હત્યા કરાવી | 69 year old american …

લગ્ન કરવા અમેરિકાથી લુધિયાણા આવી હતી 69 વર્ષની 'દુલ્હન', મંગેતરે હત્યા કરાવી | 69 year old american ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથગ્રહણમાં PM મોદી નહીં જાય, આ નેતા થશે સામેલ | dhaka om birla banglad…

બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથગ્રહણમાં PM મોદી નહીં જાય, આ નેતા થશે સામેલ | dhaka om birla banglad…

8 months ago
વડોદરામાં પૂરપ્રકોપઃજામ્બુવા બ્રિજ પર કાર ફસાતાં ચારનો બચાવઃમગરો વચ્ચે ફાયર બ્રિગેડે કાર કાઢીઃ ઢાઢરમ…

વડોદરામાં પૂરપ્રકોપઃજામ્બુવા બ્રિજ પર કાર ફસાતાં ચારનો બચાવઃમગરો વચ્ચે ફાયર બ્રિગેડે કાર કાઢીઃ ઢાઢરમ…

1 year ago
કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

1 year ago
અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News