![]()
– ચૂંટણી પંચના નવા સીમાંકન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ
– 13 વોર્ડમાં કુલ 2,69,773 ની વસ્તીનો સમાવેશ : વોર્ડ દીઠ સરેરાશ 20,752 ની વસ્તી : સૌથી વધુ વોર્ડ નં.-11 માં 22,688 અને સૌથી ઓછી વોર્ડ નં.-7માં 18,890 ની વસ્તી
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના અસ્તિત્વને ૮ મહિના બાદ હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા તમામ ગામોની ૨,૬૯,૭૭૩ની વસ્તી સામે ૧૩ વોર્ડની નવરચના અને બાવન બેઠકોની સંખ્યા નક્કી કરાઈ છે. દરેક વોર્ડ દીઠ સરેરાશ ૨૦,૭૫૨ની વસતી થાય છે. જેમાં કુલ સ્ત્રી બેઠકો ૨૬ રહેશે.
નડિયાદ મહાનગરપાલિકાની નવી રચનામાં કુલ ૨,૬૯,૭૭૩ની વસતી સામે ૧૩ વોર્ડની નવરચના અને ૫૨ બેઠકોની સંખ્યા નક્કી કરાઈ છે. ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯, માં થયેલા સુધારા અનુસાર, રાજ્ય ચૂંટણી આયોગે આ નિર્ણય લીધો છે. દરેક વોર્ડમાં ચાર બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જેથી કુલ ૨૬ મહિલા બેઠકો રહેશે. નવા સીમાંકન પ્રમાણે ૩૬ બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે ૧૬ બેઠકો સામાન્ય વર્ગ માટે ખુલ્લી રહેશે. અનામત બેઠકોમાં પછાત વર્ગ (ઓબીસી) માટે ૧૪ બેઠકો, અનુસૂચિત જાતિ (એસસી) માટે ૩ બેઠકો અને અનુસૂચિત આદિજાતિ (એસટી) માટે ૧ બેઠક નક્કી કરવામાં આવી છે. આ ફાળવણી વોર્ડ મુજબ કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે વોર્ડ નં. ૭ અને ૮, અને મહિલા માટે વોર્ડ નં. ૫ અનામત છે. જ્યારે અનુસૂચિત આદિજાતિ માટે વોર્ડ નં. ૪ અને પછાત વર્ગ માટે કુલ ૧૪ બેઠકો, જેમાંથી ૭ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
મહાનગરપાલિકાના ૧૩ વોર્ડના સીમાંકનમાં દરેક વોર્ડમાં સમાવેશ કરાયેલા તમામ વિસ્તારોના સર્વે નંબર, સોસાયટીઓ અને રોડ વિસ્તાર મુજબની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ જાહેર કરાયેલા સીમાંકન સંદર્ભે કોઈ નાગરિકોને વાંધા કે સૂચનો હોય તો નવા સીમાંકન પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં લેખિતમાં રાજ્ય ચૂંટણી પંચ, ગાંધીનગરને જાણ કરવાની રહેશે. તેની એક નકલ જિલ્લા ચૂંટણી અધિકારી અને ખેડા જિલ્લા કલેક્ટરને પણ આપવાની રહેશે. મુદત પૂર્ણ થયા બાદ આવેલા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
આ સીમાંકન જાહેર થતા જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની છે. સામાન્ય બેઠકોની સંખ્યા ૩૪ હોવા છતાં, ટિકિટ મેળવવા માટે દાવેદારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી શકે છે. સંખ્યાબંધ દાવેદારોએ પોતાના રાજકીય ગોડફાધરના શરણે જવાનું શરૂ કરી દીધું છે. આખરી સીમાંકન અને મતદાર યાદીનું કાર્ય પૂર્ણ થયા બાદ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે.
વોર્ડદીઠ પછાત વર્ગની વસ્તી અને તેની ટકાવારી
|
અ.નં. |
વોર્ડ નં. |
વોર્ડની |
પછાત |
વોર્ડની |
|
|
|
વસ્તી |
વસ્તી |
|
|
|
|
|
|
વસતીની |
|
૧ |
૨ |
૧૯૪૪૨ |
૧૭૦૯૫ |
૮૭.૯૩ |
|
૨ |
૫ |
૨૨૪૮૧ |
૧૭૩૫૮ |
૭૭.૨૧ |
|
૩ |
૮ |
૨૧૪૯૨ |
૧૬૩૬૦ |
૭૬.૧૨ |
|
૪ |
૬ |
૨૨૬૦૪ |
૧૩૩૭૩ |
૫૯.૧૬ |
|
૫ |
૧૦ |
૨૨૦૩૯ |
૧૧૭૮૩ |
૫૩.૪૬ |
|
૬ |
૯ |
૧૯૪૯૯ |
૧૦૦૩૯ |
૫૧.૪૮ |
|
૭ |
૩ |
૧૮૯૪૮ |
૯૫૬૮ |
૫૦.૫ |
|
૮ |
૧૩ |
૨૦૮૩૭ |
૯૨૭૬ |
૪૪.૫૨ |
|
૯ |
૪ |
૨૧૧૨૬ |
૮૧૨૯ |
૩૮.૪૮ |
|
૧૦ |
૭ |
૧૮૮૯૦ |
૭૧૬૫ |
૩૭.૯૩ |
|
૧૧ |
૧૧ |
૨૨૬૮૮ |
૮૦૩૩ |
૩૫.૪૧ |
|
૧૨ |
૧૨ |
૧૯૦૩૦ |
૬૨૮૦ |
૩૩.૦૦૧ |
|
૧૩ |
૧ |
૨૦૬૯૭ |
૨૭૨૫ |
૧૩.૧૭ |
|
|
કુલ |
269773 |
137184 |
|
વોર્ડદીઠ અનુસૂચિત જાતિની વસ્તી અને તેની ટકાવારી
|
ખાસ |
વોર્ડ નં. |
વોર્ડની |
વોર્ડમાં |
વોર્ડની |
|
ક્રમાંક |
|
વસતી |
જાતિની |
અનુસૂચિત |
|
|
|
|
કુલ વસતી |
ટકાવારી |
|
૧ |
૧ |
૨૦૬૯૭ |
૨૫૮૭ |
૧૨.૫૦ |
|
૨ |
૫ |
૨૨૪૮૧ |
૨૪૦૧ |
૧૦.૬૮ |
|
૩ |
૮ |
૨૧૪૯૨ |
૨૨૧૭ |
૧૦.૩૨ |
|
૪ |
૩ |
૧૮૯૪૮ |
૧૨૭૮ |
૬.૭૪ |
|
૫ |
૭ |
૧૮૮૯૦ |
૧૦૬૭ |
૫.૬૫ |
|
૬ |
૪ |
૨૧૧૨૬ |
૧૦૭૯ |
૫.૧૧ |
|
૭ |
૧૩ |
૨૦૮૩૭ |
૯૬૯ |
૪.૬૫ |
|
૮ |
૨ |
૧૯૪૪૨ |
૮૧૨ |
૪.૧૮ |
|
૯ |
૧૧ |
૨૨૬૮૮ |
૭૪૯ |
૩.૩૦ |
|
૧૦ |
૬ |
૨૨૬૦૪ |
૬૭૬ |
૨.૯૯ |
|
૧૧ |
૯ |
૧૯૪૯૯ |
૫૫૮ |
૨.૮૬ |
|
૧૨ |
૧૦ |
૨૨૦૩૯ |
૫૩૩ |
૨.૪૨ |
|
૧૩ |
૧૨ |
૧૯૦૩૦ |
૧૦૪ |
૦.૫૫ |
|
|
કુલ |
269773 |
15196 |
|
મનપાના વોર્ડ મુજબ વસ્તી અને બેઠકોનો પ્રકાર તેમજ ફાળવણી
|
અ.નં. વોર્ડ વોર્ડની વસતી પહેલી |
|
નંબર સ્ત્રી અનામત સ્ત્રી અનામત અનામત કે બિન અનામત અનામત કે |
|
૧ ૧ ૨૦૬૯૭ પછાત વર્ગ સામાન્ય અનુસૂચિત |
|
૨ ૨ ૧૯૪૪૨ પછાત વર્ગ સામાન્ય પછાત વર્ગ સામાન્ય |
|
૩ ૩ ૧૮૯૪૮ સામાન્ય સામાન્ય પછાત વર્ગ સામાન્ય |
|
૪ ૪ ૨૧૧૨૬ પછાત વર્ગ સામાન્ય અનુસૂચિત સામાન્ય |
|
૫ ૫ ૨૨૪૮૧ અનુસૂચિત |
|
૬ ૬ ૨૨૬૦૪ સામાન્ય સામાન્ય પછાત વર્ગ સામાન્ય |
|
૭ ૭ ૧૮૮૯૦ સામાન્ય સામાન્ય પછાત વર્ગ સામાન્ય |
|
૮ ૮ ૨૧૪૯૨ પછાત વર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય |
|
૯ ૯ ૧૯૪૯૯ પછાત વર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય |
|
૧૦ ૧૦ ૨૨૦૩૯ સામાન્ય સામાન્ય પછાત વર્ગ સામાન્ય |
|
૧૧ ૧૧ ૨૨૬૮૮ પછાત વર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય |
|
૧૨ ૧૨ ૧૯૩૦ પછાત વર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય |
|
૧૩ ૧૩ ૨૦૮૩૭ પછાત વર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય |
|
કુલ 269773 |
|
|










