![]()
સાણંદ અને ધોળકા પંથકના 14 જુગારી રોકડ રૃ.1.34 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
સાણંદ –
સાણંદ તાલુકાના દોદર ગામ રહેતા વિષ્નુભાઇ અરજણભાઇ સોલંકી બહારથી
માણસો બોલાવી પૈસા ઉઘરાવી પોતાના મકાનમાં જુગાર રમી રમાડે છે તેવી બાતમી સાણંદ જી.આઇ.ડી.સી.
પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમાડનાર સહિત
૧૪ શખ્સોને કુલ કિ.રૃ. ૧,૩૪,૨૦૦ના મુદામાલ
સાથે ઝડપી પાડયા હતા.
પોલીસે
(૧) વિષ્નુભાઇ અરજણભાઇ સોલંકી (રહે.દોદર,
તા.સાણંદ) (૨) કમાલખાન નૂર મહોમ્મદ પઠાણ (રહે.વટવાગામ જી.અમદાવાદ)
(૩) ધનજીભાઇ બાબુભાઇ ઠાકોર (રહે.ત્રાસદ ગામ, તા.ધોળકા) (૪)
મહાવીરભાઇ મનુભાઇ રજમલ (રહે.સીમેજ ગામ, તા.ધોળકા) (૫) રૃતુરાજ
વિષ્ણુભાઇ સોલંકી (રહે.દોદરગામ તા.સાણંદ) (૬) કાળુભાઈ ઉમેદભાઇ રાજમલ (રહે.સીમેજ
ગામ, તા. ધોળકા) (૭) રણજીતભાઇ ડાહ્યાભાઈ સોલંકી (રહે.દોદર
ગામ તા.સાણંદ) (૮) લાભુભાઇ બચુભાઈ કો.પટેલ (રહે.શિયાવાડા ગામ તા.સાણંદ) (૯)
નટવરભાઇ લાખાભાઇ કો.પટેલ (રહે.શિયાવાડા) (૧૦) મહેશભાઈ સુરેશભાઈ કો.પટેલ
(રહે.શિયાવાડા ગામ) (૧૧) જગદીશભાઈ પરષોત્તમભાઇ કો.પટેલ (રહે. શિયાવાડા ગામ) (૧૨)
હર્ષદભાઇ કાશીરામભાઇ કો.પટેલ (રહે.શિયાવાડા ગામ) (૧૩) ચમનભાઈ કદાભાઇ કો.પટેલ
(રહે.શિયાવાડા ગામ) (૧૪) મથુરભાઇ ધીરુભાઈ કો.પટેલ (રહે. શિયાવાડા ગામ) સામે ગુનો નોંધી
તપાસ હાથ ધરી છે.










