Khalistani Terrorist Pannun Challenges India : ખાલિસ્તાની આતંકી ઈન્દ્રજીત સિંહ ગોસલને કેનેડામાં ગેરકાયદે હથિયારો રાખવાના આરોપમાં 19 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, જોકે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં તેને જામીન મળી ગયા છે. જામીન પર છૂટ્યા બાદ ગોસલે પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટિસના આતંકી ગુરપતવંત સિંહ પન્નુ સાથે મળીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આ બન્નેએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ભારત સરકારને ધમકીઓ આપી છે.
પન્નૂની ભારતને ધમકી, ગોસલેએ પણ પડકાર ફેંક્યો
એક વિડિયો મેસેજમાં આતંકવાદી પન્નુએ NSA અજીત ડોભાલને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેણે કહ્યું કે, ‘તેઓ કેનેડા, અમેરિકા અથવા કોઈ યુરોપિયન દેશમાં આવીને મારી ધરપકડ અથવા પ્રત્યાર્પણ કરાવવાનો પ્રયાસ કરે. હું રાહ જોઈ રહ્યો છું.’ બીજી તરફ સિખ ફોર જસ્ટિના મુખ્ય સંયોજક ગોસલે જેલમાંથી બહાર આવતા સમયે ધમકી આપી કે ‘ઈન્ડિયા, હું બહાર આવી ગયો છું, ગુરપતવંત સિંહ પન્નુને સમર્થન આપવા માટે… 23 નવેમ્બરે ખાલિસ્તાન જનમત સંગ્રહનું આયોજન કરીશું.’
આ પણ વાંચો : ‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ
ગેરકાયદે હથિયારો મામલો ગોસલની કરાઈ હતી ધરપકડ
19 સપ્ટેમ્બરે ઓશાવા નજીક ગોસલની ધરપકડ કરવામાં આવી છે. તેના પર હથિયારો સંબંધિત અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. તેની પર જે આરોપો લાગ્યા છે, તેમાં હેન્ડગનનો બેદરકારી રીતે ઉપયોગ કરવો, લાઈસન્સ વિના હથિયાર રાખવું, હથિયાર છુપાવવા સહિતના ગુનાનો સમાવેશ થાય છે. ગોસલ સાથે અન્ય બે વ્યક્તિ, અરમાન સિંહ અને જગદીપ સિંહ, પર પણ આરોપો મૂકવામાં આવ્યા હતા.
ભારતના એજન્ટોએ મને જાનથી મારવાની ધમકી આપી : ગોસલ
જામીન પર છૂટેલા ગોસલે દાવો કર્યો કે તેને ભારત સરકારના એજન્ટો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે, પરંતુ તેણે કેનેડિયન પોલીસ દ્વારા અપાયેલી સુરક્ષાની ઓફરને ઠુકરાવી દીધી હતી. ગોસલે જાહેરાત કરી કે, આગામી ખાલિસ્તાન જનમત સંગ્રહ કેનેડાના ઓટાવામાં યોજાશે.
આ પણ વાંચો : પાકિસ્તાની ખેલાડીના ‘ગન સેલિબ્રેશન’ મામલે ICCમાં સુનાવણી, ફરહાને બચવા ધોની-કોહલીનું નામ આપ્યું