Book Air Arabia’s 1 Million Seats Sale | મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં અગ્રણી બજેટ કેરિયર એર અરેબિયાએ 10 લાખ સીટનું ‘સુપર સીટ સેલ’ શરૂ કર્યું છે. આ એક અર્લી બર્ડ પ્રમોશનલ ઓફર છે. આ ઓફર હેઠળ ભારતથી યુએઈ (શારજાહ, અબુ ધાબી અને રાસ અલ ખૈમાહ)ના ત્રણ એરપોર્ટ તેમજ યુરોપમાં મ્યુનિક, પ્રાગ, મિલાન, વિયેના, વોર્સો, એથેન્સ, મોસ્કો, બાકુ, તિબિલિસી, નૈરોબી, કૈરો સહિતના અનેક સ્થળે નોન-સ્ટોપ ફ્લાઇટ્સ સામેલ છે. તેમાં એકતરફી ભાડું રૂ. 6,038થી શરૂ થાય છે.
આ ઓફર 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2025 સુધી ઉપલબ્ધ છે, જ્યારે તમામ સીટ્સ માટે મુસાફરીનો સમય 17 ફેબ્રુઆરીથી 24 ઓક્ટોબર 2026 સુધી છે. આ ઉપરાંત રૂ. 6038માં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, નાગપુર, ગોવા, તિરુવનંતપુરમ, કોચી, કોઈમ્બતુર અને કોઝિકોડથી શારજાહ, અબુ ધાબી અને યુએઈમાં રાસ અલ ખૈમાહ અને તેનાથી આગળની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ પણ ઉપલબ્ધ છે.
યુએઈ, મોરોક્કો અને ઇજિપ્ત સ્થિત તેના પાંચ વ્યૂહાત્મક કેન્દ્રોમાંથી 200થી વધુ રૂટનું સંચાલન કરતી એર અરેબિયા ઉડ્ડયન ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી તરીકે મજબૂત સ્થાન ધરાવે છે. એર અરેબિયા મુસાફરોને આરામ, વિશ્વસનિયતા અને ઉચ્ચ મૂલ્યો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. એર અરેબિયા એક એવોર્ડ વિજેતા એરલાઇન છે, જે મુસાફરીના અનન્ય અનુભવો પ્રદાન કરવા સમર્પિત છે.
વધુ માહિતી માટે અને તમારી આગામી પ્રવાસ બુક કરવા www.airarabia.com ની મુલાકાત લો.