
Direct flights between India and China: ભારત અને ચીને લાંબા સમય બાદ સીધી હવાઈ સેવા ફરીથી શરૂ કરવા પર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ગલવાન ઘાટીમાં અથડામણ બાદ પાંચ વર્ષ સુધી તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો છે. વિદેશ મંત્રાલયે ગુરૂવારે તેની સત્તાવાર જાહેરાત કરી. ત્યારબાદ એરલાઈન IndiGoએ પણ જાહેરાત કરી છે કે તેઓ 26 ઓક્ટોબરથી ભારત-ચીન વચ્ચે પ્રત્યક્ષ ઉડાનો ફરીથી શરૂ કરશે.
જોકે, વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે સંબંધો ધીરે-ધીરે સામાન્ય કરવાના સરકારના દૃષ્ટિકોણ હેઠળ બંને દેશોના સિવિલ એવિએશન ઓથોરિટીએ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને હવાઈ સેવા કરારમાં સુધારો કરવા માટે ટેકનિકલ સ્તરે ચર્ચાઓ કરી છે.










