gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરના દેવગણા ગામે નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Factory manufacturing fake mawa busted in Devga…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
સિહોરના દેવગણા ગામે નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Factory manufacturing fake mawa busted in Devga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિવાળી પૂર્વે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચ અને જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગનું મોટું ઓપરેશન

– પોલીસે કુલ 780 કિલોગ્રામ નાશપાત્ર અખાદ્ય માવાનો જથ્થો કબ્જે લીધો, મીઠાઈના લાઈસન્સ હેઠળ માવો બનાવાતો હતો

ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને આજે સાંજના ૫ કલાકના અરસામાં રેઈડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે કુલ ૭૮૦ કિલોગ્રામ અખાદ્ય માવાનો જથ્થો કબ્જે લીધો હતો. સાંજના સમયે શરૂ કરવામાં આવેલી કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.

દિવાળી પૂર્વે જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને સાથે રાખીને આજે સાંજે પાંચ કલાકના અરસામાં દેવગણા ગામે આવેલી મે.દ્વારકાધિશ સ્વિટ માર્ટ નામની ફેક્ટરીમાં રેઈડ કરી હતી. મીઠાઈના લાઈસન્સ હેઠળ અહીં માવો બનાવવામાં આવતો હતો. નાના એવા ગામડામાં મોટાપાયે માવો બનાવવાની ફેક્ટરી જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. લોકલ ક્રાઈમબ્રાંચ અને જિલ્લા ફુડ વિભાગા સંયુક્ત ઓપરેશનમાં અહીંથી નેચરલ ડિલાઈટ એસએમપી ૨૮ નંગ, અમુલ મિલ્ક પાઉડરના કટ્ટા ૨૯ બોરી, સુમન વનસ્પતિ ઘીના ડબ્બા નંગ ૭, ૧૦ કિલોગ્રામના ૭૪ પેકેટ અને ૩૦ કિલોગ્રામના ૧૬ પેકેટ મળી કુલ ૧૨૨૦ કિગ્રા મીઠો માવો, દુધને ફાડવા માટે અડધો કટ્ટો ફટકડી, સોયા સોસની ૪ બોટલ, નુડલ્સમાં નાખવા માટે વિનેગરની ૪ બોટલ તથા ૩૦૦ કિલોગ્રામ મોળો માવો મળી આવ્યો હતો. આ ઉપરાંત અહીંથી ફટકડીનો ઉપયોગ કરીને બનાવેલો રૂ.૬૩ હજાકની કિંમતનો ૩૦૦ કિલો કણી માવો અને વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી બનાવવામાં આવેલો રૂ.૭૬,૮૦૦ની કિંમતનો ૪૮૦ કિલોગ્રામ મળી કુલ રૂ.૧.૩૯ લાખની કિંમતનો કુલ ૭૮૦ કિલોગ્રામ નાશપાત્ર અખાદ્ય મોળો માવો કબ્જે કરવામાં આવ્યો છે. સિહોરના દેવગાણા ગામે આવેલ દ્વારકાધીશ સ્વીટ માર્ટમાં બાતમી આધારે જિલ્લા ફુડ વિભાગ સાથે પોલીસે રેડ કરી હતી જે અંતર્ગત મોળો માવો સ્કીમ મિલ્ક પાઉડર, રીફાઇન પામોલીન ઓઇલ, વનસ્પતિ સુમન બ્રાંડ, મીઠો માવો કણીવાળો, ફટકડી, મીઠો માવો લીસો એમ કુલ મળી સાત ખાદ્ય સામગ્રીના નમૂના મેળવી લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલવાની તજવીજ જિલ્લા ફુડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ઝડપી સપ્લાય, ખર્ચ ઘટાડવા વનસ્પતિ તેલ-ફટકડીનો ઉપયોગ કરાતો હતો : એલસીબી પીઆઈ

દિવાળી પૂર્વે મીઠાઈ બનાવતા વેપારીઓને ઝડપથી સપ્લાઈ કરી શકાય અને કોસ્ટીંગમાં પણ ઘટાડો કરી શકાય તે માટે મીઠા અને મોળા માવામાં વનસ્પતિનું તેલ અને ફટકડીનો ઉપયોગ ફેક્ટરીના સંચાલકો દ્વારા કરવામાં આવતો હોય છે. ઉપરાંત કલ્પેશ ભુપતભાઈ બારૈયા અગાઉ પણ નકલી દુધ બનાવવાના ગુનામાં સંડોવાયેલો હોવાનું એલસીબીના પીઆઈ એ.આર.વાળાએ જણાવ્યું હતું.

વનસ્પતિ અને ફટકડી જેવા ઘટકો મળતા ભેળસેળની સંભાવના

દ્વારકાધીશ સ્વીટ માર્ટમાં રેડ દરમિયાન અખાદ્ય મીઠાઇનો માવો મળી આવતા નાશ કરાયો છે ત્યારે તપાસ દરમિયાન મળી આવેલ વનસ્પતિ સુમન બ્રાન્ડ અને ફટકડી કે જેનો ઉપયોગ ભેળસેળમાં મહત્તમ થતો હોય જિલ્લા ફુડ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફીસર ધવલ સોલંકીએ પ્રાથમિક તપાસમાં મિઠાઇઓણાં અને ઘી સહિતની ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…
GUJARAT

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…

May 8, 2026
વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …
GUJARAT

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

May 8, 2026
પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…
GUJARAT

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

May 8, 2026
Next Post
નડિયાદ શહેરમાં 20 થી વધુ દુકાનોના શેડ ઓટલાંના પાકા દબાણો સંપૂર્ણ તોડી પડાયા | The concrete walls of …

નડિયાદ શહેરમાં 20 થી વધુ દુકાનોના શેડ ઓટલાંના પાકા દબાણો સંપૂર્ણ તોડી પડાયા | The concrete walls of ...

ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 24.72 લાખની રિકવરી | Rs 24 72 lakh recovered in…

ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 24.72 લાખની રિકવરી | Rs 24 72 lakh recovered in...

બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder …

બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાના ઊંચા ભાવે અખાત્રીજે ઘરાકી નહીવત, ખરીદી 50થી 60 ટકા સુધી ઘટવાની ભીતિ | Gold’s Record Prices Ma…

સોનાના ઊંચા ભાવે અખાત્રીજે ઘરાકી નહીવત, ખરીદી 50થી 60 ટકા સુધી ઘટવાની ભીતિ | Gold’s Record Prices Ma…

1 year ago
મ્યુનિ.કમિશનરની કડક ચેતવણી, અમદાવાદમાં ઈંદોરની જેમ જળકાંડ થશે તો કાર્યવાહી કરાશે | Municipal Commiss…

મ્યુનિ.કમિશનરની કડક ચેતવણી, અમદાવાદમાં ઈંદોરની જેમ જળકાંડ થશે તો કાર્યવાહી કરાશે | Municipal Commiss…

4 months ago
અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ…

અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ…

2 months ago
પ્લાન-A, પ્લાન-B બાદ પહલગામમાં થયો હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં | Paha…

પ્લાન-A, પ્લાન-B બાદ પહલગામમાં થયો હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં | Paha…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News