gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જગદીશ પંચાલ કાર્યકરો સાથે કમલમ્ પહોંચ્યા, ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે | jagdish panchal gu…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
જગદીશ પંચાલ કાર્યકરો સાથે કમલમ્ પહોંચ્યા, ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે | jagdish panchal gu…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Jagdish Panchal : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે 4 ઓક્ટોબર શનિવારે સવારે 10 વાગ્યે જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે. જગદીશ પંચાલ કાર્યકરો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. રેલીના રૂટ પર કાર્યકરોએ ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

નરોડા પાટિયા ખાતે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. આ ઉત્સાહભર્યા માહોલમાં ભાજપની મહિલા કાર્યકરોએ ગરબે ઘૂમીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાંથી કમલમ્ પહોંચ્યા છે. અહીં ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.  
જગદીશ પંચાલ કાર્યકરો સાથે કમલમ્ પહોંચ્યા, ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે 2 - image

જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળશે. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરાશે.

આ પણ વાંચો: જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, કાલે સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ યોજાશે

એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલનું પ્રદેશ પ્રમુખ પદ ફાઈનલ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલની વરણી લગભગ નિશ્ચિત બની છે.  શુક્રવારે કમલમમાં બપોરે  વિજય મુહૂર્તમાં 10 ટેકેદારો સાથે જગદીશ પંચાલે ફોર્મ ભર્યું હતું. સર્વાનુમતે એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલનું પ્રદેશ પ્રમુખ પદ ફાઈનલ થયું હતું. શનિવારે બપોરે કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.

જગદીશ પંચાલ કેમ ગુજરાત ભાજપના સુકાની

આ વખતે ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન ઓબીસી નેતા ને સોપ્યું છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. સાથે તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સુપેરે નિભાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઈ કમાન્ડે જગદીશ પંચાલની પસંદગી કરી છે. મહત્વની વાત એ છે કે જુના જોગીઓ અને બદલે હાઈ કમાન્ડે યુવા નેતાને ગુજરાત ભાજપના સુકાની બનાવ્યા છે. 

આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ મનાય છે. જોકે, હાલ ગુજરાતમાં  ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા એ પહોંચ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકથી આ વિખવાદ શમી જશે.

કોણ છે જગદીશ પંચાલ? 

જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરુ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ એમએમસીની 2021ની ચૂંટણી જીત્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળમાં ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો બંધારણ દિવસ, ડીઆરએમએ બંધારણીય મૂલ્યો પ્રત્ય…
GUJARAT

ભાવનગર મંડળમાં ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો બંધારણ દિવસ, ડીઆરએમએ બંધારણીય મૂલ્યો પ્રત્ય…

November 26, 2026
કવિ દુલા ભાયા કાગની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગરમાં ‘કાગ વંદના’નું આયોજન
GUJARAT

કવિ દુલા ભાયા કાગની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગરમાં ‘કાગ વંદના’નું આયોજન

November 26, 2026
Colour-blocked Sarees to Suited Drapes: Madhuri Dixit Proves to be the Most Stylish Host on Indian T…
GUJARAT

Colour-blocked Sarees to Suited Drapes: Madhuri Dixit Proves to be the Most Stylish Host on Indian T…

November 26, 2026
Next Post
એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ, જુઓ હાઈકોર્ટે શું આપ્યો …

એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ...

વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ 18 વ્યક્તિના મોત, આ મામલે ગુજરાત પાંચમા ક્રમે | overspeeding ca…

વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ 18 વ્યક્તિના મોત, આ મામલે ગુજરાત પાંચમા ક્રમે | overspeeding ca...

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી! | V S Ho…

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી! | V S Ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…

5 months ago
નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો | Narmada B…

નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો | Narmada B…

5 months ago
જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ…

જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ…

11 months ago
કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…

કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News