![]()
– બુલેટના ચાલકે વાહનને ટક્કર મારતા અકસ્માત બે વ્યકિતને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા
આણંદ : નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા આણંદ તાલુકાના વડોદ ગામની સીમમાં ગઈકાલ રાત્રિના સુમારે એક પુરપાટ ઝડપે જઈ રહેલી બુલેટ મોટરસાયકલના ચાલકે એક રાહદારીને અડફેટે લઈ અન્ય વાહન સાથે પોતાનું વાહન અથડાવતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી.
આણંદ તાલુકાના અડાસ ગામે રહેતા ભારતીબેનના પતિ રાકેશભાઈ ખોડાભાઈ ઠાકોર (ઉં. ૩૩) આણંદ નજીકના રામનગર બ્રિજ પાસે આવેલી નર્સરીમાં નોકરી કરતા હતા. ગઈકાલ રાત્રિના સુમારે તેઓ નોકરી પરથી છૂટીને ચાલતા ચાલતા ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રૂપારેલ રામનગર બ્રિજ રોડ ઉપરથી તેઓ પસાર થતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલી એક બુલેટ મોટર સાયકલના ચાલકે તેઓને ટક્કર મારતા રોડ ઉપર પટકાયા હતા. દરમિયાન બુલેટના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તે આગળ જઈ રહેલી અન્ય વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બુલેટ ચાલક તથા તેની પાછળ બેઠેલા શખ્સને ઈજા થઇ હતી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાકેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવવા અંગે વાસદ પોલીસે બુલેટ મોટર સાયકલના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોધ્યો છે.










