![]()
Aadhaar Card Update: આધાર કાર્ડ જારી કરતી એજન્સી UIDAI એ આશરે 6 કરોડ બાળકોને મોટી ભેટ આપી છે. હવે 7 થી 15 વર્ષની વયના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેની તમામ ફી માફ કરવામાં આવી છે. આ છુટ 1 ઓક્ટોબરથી અમલમાં આવી છે અને 1 ઓક્ટોબર, 2026 સુધી એક વર્ષ માટે અમલમાં રહેશે. એટલે તેનો અર્થ એ થયો કે, બાળકોના આધાર કાર્ડને એક વર્ષ માટે ફ્રીમાં અપડેટ કરવાની તક મળશે.
આ પણ વાંચો: કટકમાં ભારેલો અગ્નિ: દુર્ગા મૂર્તિ વિસર્જનમાં બે જૂથ વચ્ચે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર નિયમ લાગુ નહી
આ નિયમ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર લાગુ પડતો નથી કારણ કે તેમના આધાર કાર્ડને ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ સ્કેન કરવાની જરૂર નથી. જોકે, પાંચ વર્ષ પછી બાયોમેટ્રિક ડેટા અપડેટ્સ જરૂરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે, આધારમાં ફ્રી બાયોમેટ્રિક અપડેટ્સથી બાળકોને શિક્ષણ, શિષ્યવૃત્તિ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે.
પહેલા શું આવો હતો નિયમ
આ પહેલા બાયોમેટ્રિક અપડેટ્સ માત્ર ખાસ કિસ્સા માટે જ ફ્રીમાં હતું. પહેલું બાયોમેટ્રિક અપડેટ 5 થી 7 વર્ષની વય વચ્ચે અને બીજું 15 થી 17 વર્ષની વય વચ્ચે કરવામાં આવતું હતું. આ વય શ્રેણી વચ્ચે UIDAI પ્રતિ અપડેટ ₹125 ચાર્જ લેવામાં આવતો હતો.
આ પણ વાંચો: નેપાળમાં કુદરતનું તાંડવ: 45થી વધુના મોત, અનેક ગુમ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફસાયા
નવી નીતિમાં UIDAIએ 7 થી 15 વય જૂથ માટે આ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે, જેથી કરીને એ ખાતરી કરી શકાય કે જે બાળકો મૂળ ફ્રી સેવાથી ચૂકી ગયા હતા તેઓ કોઈપણ નાણા ચૂકવ્યા વગર તેમનો આધાર રેકોર્ડ અપડેટ કરી શકે છે.
UIDAIએ શું કહ્યું?
UIDAIએ 4 ઓક્ટોબર, 2025ના રોજ જારી કરાયેલા એક અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું કે, બાળકો શાળા પ્રવેશ, પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓ જેવી સેવાઓનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે આધારમાં બાયોમેટ્રિક અપડેટ જરૂરી છે. આધાર અપડેટ પ્રક્રિયામાં ફિંગરપ્રિન્ટ્સ, આઇરિસ સ્કેન અને એક નવો ફોટોગ્રાફ લેવો શામેલ છે.










