gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ચાલતી નર્સિંગ સ્કૂલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત ન ભણાવવાના કેસમાં અખબારી અહેવાલ પ્રકાશિત થયા પછી હ્યુમન રાઈટ કમિશન-માનવ અધિકાર પંચે સુઓ મોટ્ટો નોંધ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને કેસમાં ખુલાસો કરવા માટે ચોથી નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગેનો અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.

જોકે વિદ્યાર્થીઓને પક્ષેથી કોઈને પણ તેડું આપવામાં ન આવ્યું હોવાથી સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાઈ જવાની દહેશત વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં કોઈ એન.જી.ઓ. આ પ્રકરણમાં રજૂઆત કરવા માટે આગળ આવે તેવી શક્યતા રહેલી છે.

વિદ્યાર્થીઓએ આ અગાઉ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમ્યુકો કમિશનર, અમદાવાદના મેયર, અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને ફરિયાદ કરી હતી કે વી.એસ. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પારુલબહેન શિક્ષકો સામે ફરિયાદ કરી હોવાથી તેમને ધમકાવી રહ્યા છે. તેમ જ શિક્ષકો ન ભણાવતા હોવાની અને પ્રેક્ટિકલ તાલીમ માટે ન લઈ જતાં હોવાની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ વધાર્યું હતું. તેમ જ વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી નાપાસ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

તદુપરાંત પાત્રતા ન ધરાવતા ઉમેદવારોને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી હોવાને મુદ્દે પણ આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ સહિત સહુને કરવામાં આવી હતી. નર્સ તરીકે નોકરી ચાલુ કર્યા પછી રજા લીધા વિના અમદાવાદથી બહારના વિસ્તારોમાં જઈને નોકરી માટે પાત્રતા મેળવવા અભ્યાસ કર્યા છે. નવાઈની વાત તો એ છે કે નોકરીમાં પણ હાજરી અને અભ્યાસ કર્યો તે કાલેજમાં પણ હાજરી બતાવી છે. એક જ વ્યક્તિ બે જગ્યાએ હાજર ન રહી શકે તે હકીકતને પણ જૂઠલાવવામાં આવી છે. સંસ્થાને છેતરીને તેમણે ડિગ્રી મેળવી છે. તેથી તેમની ડિગ્રી યોગ્ય ગણાતી નથી. આ રીતે પાત્રતા વિના નોકરી મેળવનારા શિક્ષકોમાં હેતલ પટેલ, કિંજલ પટેલ, દિશા મહાજન અને કાજલ સોનીનો સમાવેશ થાય છે. ૨૦૧૧માં થયેલી ભરતીની પ્રક્રિયામાં તેમણે સદંતર ખોટી માહિતી રજૂ કરી હતી.

દિશા મહાજનનો ૨૦૧૧માં ગાંધીનગરની સી.એમ. પટેલ ઇન્સ્ટિટયૂટમાંથી બી.એસસી. નર્સિંગનો અભ્યાસ ચાલુ હતો. આ બાબત તેમણે સંસ્થાથી છુપાવી હતી. નર્સ તરીકે સંસ્થાની રજા લીધા વિના અભ્યાસ કરી બંને જગ્યાએ હાજરી બતાવી હતી. કિંજલ પટેલે પણ આ જ રીતે વાત્રકની કૉલેજ ઓફ નર્સિંગમાં બી.એસસી. નર્સિંગનો અભ્યાસ ચાલુ હતો. તેણે પણ આ હકીકત સંસ્થાથી છુપાવી હતી. તેમ જ સંસ્થામાં રજા લીધા વિના અભ્યાસ કરી બંને જગ્યાએ હાજરી પૂરી હતી.

હેતલ પટેલની નિમણૂક થઈ ત્યારે ગાંધીનગરની સી.એમ. પટેલ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ ચાલુ હતો. તેણે પણ આ હકીકત છુપાવી હતી. સંસ્થાની રજા લીધા વિના અભ્યાસ કર્યો હતો અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની નર્સિંગ કૉલેજમાં અને ગાંધીનગરની કૉલેજ બંનેમાં હાજર હોવાનું બતાવીને ગેરરીતિ આચરી હતી. કાજલ સોનીએ પણ જોઈતી બા કૉલેજ ઓફ નર્સિંગમાં બી.એસસી.નો કોર્સ કર્યો હતો. તેમણે આ હકીકત છુપાડી હતી. આ ગેરરીતિ સામે અધિકારીઓ દ્વારા અત્યારે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેમની સામે કરવામાં આવેલી ફરિયાદને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
મ્યુનિ.ફાયર વિભાગનુ ફરમાન ફાયર NOC રીન્યુ કરવા અંગેની જવાબદારી હોસ્પિટલની જ રહેશે | Municipal Fire D…

મ્યુનિ.ફાયર વિભાગનુ ફરમાન ફાયર NOC રીન્યુ કરવા અંગેની જવાબદારી હોસ્પિટલની જ રહેશે | Municipal Fire D...

જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ

પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની …

પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની …

1 year ago
કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…

કચ્છમાં વાગડના રતનપર નજીક પાકિસ્તાની ‘પ્રેમી યુગલ’ ઝડપાયું | Pakistani ‘loving couple’ caught near R…

12 months ago
રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો | Fight over…

રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો | Fight over…

1 year ago
જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંત…

જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંત…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News