
– ભારત-બ્રિટનની ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મહત્વની : પીએમ મોદી
– ભારતીય કંપનીઓ બ્રિટનમાં રૂ. 15,356 કરોડનું રોકાણ કરી 7000થી વધુ નોકરીઓનું સર્જન કરશે
મુંબઈ : ભારત અને બ્રિટન સરકારોએ ગુરુવારે આર્થિક રાજધાની મુંબઈમાં એક મોટા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કર્યા છે. યુનાઈટેડ કિંગ્ડમના વડાપ્રધાન કીર સ્ટાર્મરના પહેલા ભારત પ્રવાસમાં મુંબઈમાં ગુરુવારે બંને દેશોએ ૪૬૮ મિલિયન યુએસ ડોલર (અંદાજે રૂ. ૪,૧૫૮ કરોડ)ના મૂલ્યનો સોદો કર્યો હતો.










