
નવી દિલ્હી,૯ ઓકટોબર,૨૦૨૫,ગુરુવાર
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ હવે શોખ નહી પરંતુ જરુરિયાત બની ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ૫૦ ટકાથી વધારે હાયર એજયુકેશન ઇન્સ્ટિટયૂટે જનરેટિવ એઆઇનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે. આ શિક્ષણ સંસ્થાન લર્નિગ મટીરિયલ્સ તૈયાર કરવાથી માંડીને, કરિકુલમ ડિઝાઇન, ટીચિંગ્સ, એકઝામ પેપર સેટિંગ ત્યાં સુધી કે સ્ટુડન્ટસના એસાઇનમેન્ટ સુધીમાં એઆઇનો પ્રયોગ થવા લાગ્યો છે. આ જાણકારી એક રિપોર્ટમાં બહાર આવી છે. એર્ન્સ્ટ એન્ડ યંગ અને ફિક્કી સાથે મળીને કરેલા સર્વંનું નામ ફયૂચર રેડી કેમ્પસેસ હાયર એજયુકેશનમાં એઆઇની ક્ષમતા રાખવામાં આવ્યું છે.










