gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માઉન્ટ એવરેસ્ટના સાચા શોધક એક ભારતીય હતા! શા માટે રાધાનાથ સિકદારને એમની સિદ્ધિનો શ્રેય ના મળ્યો? | T…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
માઉન્ટ એવરેસ્ટના સાચા શોધક એક ભારતીય હતા! શા માટે રાધાનાથ સિકદારને એમની સિદ્ધિનો શ્રેય ના મળ્યો? | T…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Real Discoverer of Mount Everest Was Indian: વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ હોવાથી સૌ પરિચિત છે. એના શોધકર્તાનું નામ પૂછતાં તરત જ્યોર્જ એવરેસ્ટનું નામ યાદ આવે. પણ શું તમે જાણો છો કે, એવરેસ્ટની શોધ રાધાનાથ સિકદાર નામના એક ભારતીયએ કરી હતી. વાત સાચી છે, પણ રાધાનાથ સિકદારને કદી એમની ખોજ બદલ શ્રેય ન મળ્યું અને એમનું નામ ઈતિહાસના પાનાંઓમાં ગુમ થઈ ગયું. ચાલો જાણીએ કે કયા કારણોસર એવરેસ્ટના સાચા શોધકને આવો અન્યાય થયો હતો. 

અપ્રસિદ્ધ પ્રતિભાની નિપુણતા 

રાધાનાથ સિકદારનો જન્મ પાંચમી ઑક્ટોબર 1813ના રોજ કલકત્તામાં આર્થિક રીતે સાધારણ પરંતુ શિક્ષણપ્રેમી બંગાળી પરિવારમાં થયો હતો. ગણિતમાં તેમની અસાધારણ પ્રતિભાએ હિન્દુ કોલેજના પ્રોફેસર જોન ટાઈટલરનું ધ્યાન આકર્ષ્યું. પ્રોફેસર ટાઇટલરે આ યુવા પ્રતિભાશાળીને પોતાની તાલીમ હેઠળ લીધા, કારણ કે તેઓ સમજી ગયા હતા કે સિકદારનું મગજ સંખ્યાઓ અને જટિલ સમસ્યાઓને સુલઝાવવા માટે જ રચાયેલું હતું. ભારતીય ઉપખંડનો સચોટ નકશો બનાવવા માટે 1802 માં શરૂ કરાયેલા પ્રોજેક્ટ ‘ગ્રેટ ત્રિકોણમિતિ સર્વેક્ષણ’ (જીટીએસ)નું કામ દાયકાઓ સુધી ચાલીને છેક 1871માં પૂરું થયું હતું. સિકદાર યુક્લિડ, ન્યૂટન અને વિશ્લેષણાત્મક ભૂમિતિમાં નિપુણ હોવાથી 1831માં તેમની ભરતી આ પ્રોજેક્ટમાં ગણિતશાસ્ત્રી તરીકે થઈ. તેમનો પગાર હતો મહિને ત્રીસ રૂપિયા! 

કાંચનજંઘા નહીં ‘પીક XV’ સૌથી ઊંચું શિખર હતું 

સર્વેક્ષણ વિભાગમાં કામ કરતાં-કરતાં સિકદારની કુશળતા ઝડપથી પ્રકાશમાં આવી. 1852માં તેમણે હિમાલયના વિવિધ શિખરોના અવલોકનોનું વિગતવાર વિશ્લેષણ કર્યું. તે સમયે કંચનજંઘાને વિશ્વનું સૌથી ઊંચું શિખર માનવામાં આવતું હતું, પરંતુ સિકદારની સૂક્ષ્મ ગણતરીઓએ એક અલગ જ તસવીર પ્રસ્તુત કરી. વિવિધ સ્થાનો પરથી લીધેલા અવલોકનો અને ત્રિકોણમિતિના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તેમણે નક્કી કર્યું કે ‘પીક XV’ નામનું શિખર સૌથી ઊંચું છે, જેની ઊંચાઈ 29,002 ફીટ હતી. સિકદારની શોધ માન્ય રખાઈ અને 1856માં ‘પીક XV’ને વિશ્વનું સર્વોચ્ચ શિખર જાહેર કરાયું. ઊંચાઈનો આ આંકડો લગભગ એક સદી સુધી અધિકૃત રહ્યો હતો. પીક(peak) એટલે શિખર.

ખોજ સિકદારની તો પછી નામ એવરેસ્ટનું શા માટે? 

આ શિખરનું નામકરણ એ ઇતિહાસની સૌથી મોટી વિડંબનાઓમાંની એક છે. સિકદાર દ્વારા શિખરની ઓળખ કરાઈ હોવા છતાં તેનું નામ ભારતના પૂર્વ સર્વેયર જનરલ સર જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી રાખવામાં આવ્યું. સર જ્યોર્જ એવરેસ્ટ 1830થી 1843 સુધી ભારતના સર્વેયર-જનરલ રહ્યા હતા, તેથી તેમના માનમાં ‘રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી’એ 1865માં ‘પીક XV’નું નામ બદલીને ‘માઉન્ટ એવરેસ્ટ’ કરી દીધું હતું. 

જ્યોર્જ એવરેસ્ટ પોતે સહમત નહોતા! 

વિડંબના તો એ છે કે સર જ્યોર્જ એવરેસ્ટ પોતે આ નામકરણના પક્ષમાં નહોતા. તેમણે કદી આ પર્વત જોયો નહોતો. તેમણે એવી દલીલ કરી હતી કે પર્વતોના નામકરણમાં સ્થાનીય ભારતીય નામોનો જ ઉપયોગ થવો જોઈએ. છતાં, તત્કાલીન વિશ્વમાં બ્રિટન મહાસત્તા ગણાતું હોવાથી એનો પડ્યો બોલ આખી દુનિયાએ ઝીલી લીધો અને એ રીતે દુનિયાના સૌથી ઊંચા શિખર સાથે એના શોધકનું નહીં, પણ એક બ્રિટિશ અધિકારીનું નામ જોડાઈ ગયું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

May 17, 2026
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…
INDIA

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

May 17, 2026
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
Next Post
હિંમતનગરમાં બાળકીના અપહરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, પૈસા માટે માતા-પિતાએ જ રચ્યું હતું ‘નાટક’ | Himmatnag…

હિંમતનગરમાં બાળકીના અપહરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, પૈસા માટે માતા-પિતાએ જ રચ્યું હતું 'નાટક' | Himmatnag...

‘અમારો અવાજ દબાવી દેવાય છે..’ જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી | junagadh tribal wo…

'અમારો અવાજ દબાવી દેવાય છે..' જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી | junagadh tribal wo...

અમદાવાદની જે. જી. યુનિવર્સિટીમાં મારામારી: સિક્યુરિટી ગાર્ડ્સ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ ફરિય…

અમદાવાદની જે. જી. યુનિવર્સિટીમાં મારામારી: સિક્યુરિટી ગાર્ડ્સ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ ફરિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મુજમહુડા સર્કલ પાસે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ, પૂરઝડપે જઈ રહેલો પીધેલો કાર ચાલક પકડાયો | Dr…

વડોદરામાં મુજમહુડા સર્કલ પાસે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ, પૂરઝડપે જઈ રહેલો પીધેલો કાર ચાલક પકડાયો | Dr…

5 months ago
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો | India’s share in global equity market cap declin…

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો | India’s share in global equity market cap declin…

5 days ago
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

2 months ago
મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો | 16 year old son le…

મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો | 16 year old son le…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News