gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ | Gir National Park…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ | Gir National Park…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Safari Booking Scam : સાસણ ગીરમાં સિંહદર્શન માટેની ઓનલાઈન પરમિટ બુક કરાવીને તેને બ્લેકમાં ઊંચા ભાવે વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. CID સ્ટેટ સાયબર સેલે આ મામલે મોટી કાર્યવાહી કરીને બે ટ્રાવેલ એજન્સીના સંચાલકો સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમણે 12 હજારથી વધુ પરમિટનું અનઅધિકૃત બુકિંગ કર્યું હતું.

મોટી ટ્રાવેલ એજન્સીઓ સામે પગલાં

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ બોગસ દસ્તાવેજો, ખોટી ઓનલાઈન ટ્રિક્સ અને ટેકનિકલ ક્ષતિઓનો લાભ લઈને મોટા પાયે સામૂહિક બુકિંગ કરતા હતા. CID સાયબર સેલે અમદાવાદની AB ટુર્સ એન્ડ ટ્રાવેલ અને જૂનાગઢની નાઝ ટ્રાવેલ સામે કાર્યવાહી કરી છે. પકડાયેલા ત્રણ આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 12,000 જેટલી પરમિટ ખોટી રીતે બુક કરીને તહેવારોનો લાભ લઈને વધુ ભાવે વેચી હતી. આ સમગ્ર કૌભાંડમાં લાખો રૂપિયાની નાણાકીય લેવડદેવડ થઈ હોવાનું પોલીસનું અનુમાન છે.

સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ 2 - image

કૌભાંડની મોડસ ઓપરેન્ડી

CID સાયબર સેલની તપાસમાં કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ સરકારની સત્તાવાર વેબસાઇટ જેવી જ લાગતી છથી વધુ બોગસ વેબસાઇટ્સ બનાવી હતી. ટ્રાવેલ્સ એજન્સીના નામે અલગ-અલગ ઈમેઈલ આઈડીમાં સામાન્ય ફેરફાર કરીને તેમજ એક જ નામથી વધુ બુકિંગ કરીને તેઓ પરમિટનો જથ્થો મેળવી લેતા હતા.

આરોપીના નામ

– અલ્પેશ મનસુખલાલ ભલાણી (રહે. હેબતપુર રોડ, થલતેજ, અમદાવાદ)

– સુલતાન ઉસ્માનભાઈ બલોચ (રહે. સાસણગીર, તા-મેંદરડા, જિ-જૂનાગઢ) 

– એજાજ નુરમહમંદભાઈ શેખ (રહે. સાસણગીર, તા-મેંદરડા, જિ-જૂનાગઢ) 

કુત્રિમ અછત અને બ્લેક માર્કેટિંગ

ખોટી રીતે બલ્કમાં બુકિંગ કરી લેવાના કારણે ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ પર પરમિટની કુત્રિમ અછત ઊભી થતી હતી. સામાન્ય નાગરિકોને પરમિટ ન મળતાં, આરોપીઓ ઊંચા ભાવ વસૂલીને આ અનઅધિકૃત પરમિટનું બ્લેકમાં વેચાણ કરતા હતા.

ગુજરાત બહારના તાર અને અન્ય કૌભાંડ

પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના તાર ગુજરાત રાજ્યની બહાર પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સિંહદર્શન પરમિટ ઉપરાંત રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) અને ટેન્ટ સિટીમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી બુકિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે, જે અંગે પણ તપાસ ચાલી રહી છે.

CID સાયબર સેલે SOG અને અન્ય ટીમની મદદથી નાણાકીય લેવડદેવડ અને અન્ય વેબસાઇટની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, આ કૌભાંડમાં સરકારી વિભાગોના કર્મચારીઓની સંડોવણી હજુ સુધી બહાર આવી નથી. આ મામલો ઉજાગર થતાં પોલીસે અપીલ કરી છે કે, નાગરિકોએ સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ.

આ પણ વાંચો: દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઈડલાઇન જાહેર

કેવી રીતે કરાવશો બુકિંગ?

સિંહદર્શન માટે વન વિભાગની સત્તાવાર વેબસાઈટ girlion.gujarat.gov.in પરથી સફારી પાર્કની મુલાકાનો સમય, ફી સહિતની તમામ જરૂરી માહિતી મેળવી શકે છે અને સિંહદર્શન કરવા ઈચ્છતા તમામ પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ પણ ત્યાંથી જ કરાવી શકે છે.  જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ તથા ટેલીગ્રામમાં આવતી ટુરિઝમ બુકિંગ માટેની વેબસાઈટની જાહેરાત વાળી લિંક પર ક્લિક કરવું નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો

બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો

બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી

બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી

બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી | T…

બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી | T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહનમાં ‘સુપર’ કે ‘પ્રીમિયમ’ પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં | premium petrol v…

વાહનમાં ‘સુપર’ કે ‘પ્રીમિયમ’ પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં | premium petrol v…

1 year ago
જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh…

જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh…

1 week ago
ભારત-ફિલિપાઇન્સ પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ કરશે : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડો માર્કોસ | Indi…

ભારત-ફિલિપાઇન્સ પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ કરશે : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડો માર્કોસ | Indi…

11 months ago
ચૂંટણી ટાણે કોંગ્રેસને ઝટકો: જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ | Ex Congr…

ચૂંટણી ટાણે કોંગ્રેસને ઝટકો: જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ | Ex Congr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News