![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
રિઝર્વ બેન્ક, સેબી અને ઇરડાઈ-ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે મળીને બેન્કમાં, શેર્સમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટના તથા વીમા પોલીસીના ક્લેઈમ કર્યા વિના પડી રહેલી નાણાં મૃત વ્યક્તિઓના સ્વજનો કે તેમને પાછા મળે તે માટે આનલાઇન પ્લેટફોર્મ ગેટવ લોન્ચ કર્યું છે. તેમણે અનક્લેઈમ્ડ ડિપોઝિટ્સ ગેટવે લોન્ચ કર્યો છે. આ પોર્ટલ પર જઈને કોઈ વ્યક્તિનું નામ, જન્મ તારીખ અને બેંકનું નામ દાખલ કરીને તપાસી શકાશે. મૃતક વ્યક્તિના નામે કોઈ ક્લેઈમ કર્યા વિનાની રકમ પડી છે કે નહિ તેની ચકાસણી પણ ઉપરોક્ત પોર્ટલ પર જઈને કરી શકાશે. ત્યારબાદ આ રકમનો ક્લેઈમ મૂકી શકશે.
ભારત સરકારના આંકડાં મુજબ ૨૦૨૩માં કરેલી ગણતરી મુજબ ભારતીય બેન્કોમાં ક્લેઈમ કર્યા વિનાના રૃ. ૪૨,૦૦૦ કરોડ પડયા છે. આ નાણાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે મૂકેલા કે પછી કરન્ટ એકાઉન્ટમાં રહી ગયેલા નાણાં છે. સેવિગ્સ એકાઉન્ટ કે પછી કરન્ટ એકાઉન્ટમાં આ નાણાં પડી રહેલા જોવા મળ્યા છે. રોકાણ કરીને પરિવારને જાણ ન કરનારાઓના પણ અબજો રૃપિયા પણ પડયા છે. ભારતીય બેન્કોમાં, વીમા કંપનીઓની પોલીસીના, શેર બજારની કંપનીઓમાં રોકેલા નાણાં ક્લેઈમ કર્યા વિના પડયા રહ્યા છે. પરિવારજનો ઘરના મોભીની ચિરવિદાય પછી આથક ભીંસમાં જીવતા હોવા છતાંય તેમના હકના નાણાં પરિવારના મોભીની ભૂલને કારણે તેમના સુી પહોંચતા જ નથી.
આ એકાઉન્ટમાં દસ વર્ષ સુધી કોઈ જ વહેવાર ન થાય તો તેને નિષ્ક્રિય એકાઉન્ટ ગણી લેવામાં આવે છે. વીમાના સેક્ટરમાં પોલિસીધારકના મૃત્યુ પછી તેના નામિનીઓએ તેમના વીમાની રકમ માટે દાવો ન કર્યો હોય તેવી રકમ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર ડિવિડન્ડ, અને સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં પણ લાખો ખાતાઓમાં રકમ પડી રહી છે. આ નાણાંનો કોઈ ક્લેઈમ ન કરે તો તેનો ઉપયોગ ડિપોઝિટર્સ એજ્યુકેશન અને અવેરનેસ માટે ઉપયોગ કરવામાં આવે છે.
તમે ક્લેઈમ કરતાં પહેલા પોર્ટલ પર ચકાસણી કરી શકો
લોન્ચ કરવામાં આવેલા પોર્ટલ પર જઈને ગ્રાહક નામ પૂરું નામ અથવા આંશિક નામ, જન્મ તારીખ, ખબર હોય તો ઁછશ નંબર, બેંક નામ, કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. તમે સ્વજનના નાણાંની શોધ કરો તેના પરિણામરૃપે જો કોઈ ખાતું હશે તો તે સંબંધિત બેંક નામ અને શાખાની વિગતો ઉપર આવી જશે. આ વિગતોની પ્રિન્ટ કાઢીને કે સ્ક્રિન શોટ લઈને બેન્કનો સીધો સંપર્ક કરી શકો છો અને દાવો કરવાની પ્રક્રિયા શરૃ કરી શકો છો.
પેન્ડિંગ રકમ પર દાવો કરવા કયા દસ્તાવેજો આપવા પડશે
મૃત સ્વજનના બેન્ક ખાતામાં પડી રહેલી રકમનો દાવો કરવા માટે ખાતેદારના સ્વજનોએ પાન કાર્ડ, આધારકાર્ડ કે પાસપોર્ટ રજૂ કરવો પડશે. તદુપરાંત પાસબુક, ફિક્સ્ડ ડિપોઝિટની રિસિપ્ટ તથા ખાતાનો ઉતારો આપવો પડશે. તેની સાથે જ સરનામાનો પુરાવો પણ રજૂ કરવો પડશે. જો મૃત વ્યક્તિના નામિની અથવા વારસ હોય તોથતેવા સંજોગોમાં મૃત વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર, કાનૂની વારસ હોવાનો પુરાવો, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, આપવાનો રહેશે.










