Jamnagar Gambling Crime : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ગઈ રાત્રે જાહેરમાં બદામના ઝાડ નીચે મોબાઈલ ફોનની લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા 10 શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા 98,450 ની માલમતા કબજે કરી છે.
શેઠ વડાળા પોલીસે ગઈકાલે રાત્રે વનાણાં ગામમાં દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા નિતેશ ભીમાભાઇ કારેણા, મહેશ કરસનભાઈ ગાજણોતર રમેશ પરબતભાઈ કારણાં, રાયદેભાઈ પોલાભાઈ ગાજણોતર, ભગીરથભાઈ પરબતભાઈ ગાજણોતર, હમીરભાઈ પોલાભાઈ ગાજણોતર, હિતેશભાઈ હરજીભાઈ કારેણાં, જયદીપ પરબતભાઈ ગાજણોતર, વિક્રમભાઈ અજાભાઈ આંબલીયા, અને વેજાભાઈ કારાભાઈ આંબલીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 98,450 ની માલમતા કબજે કરી લીધી છે.