gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો | gujarat cabine…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો | gujarat cabine…
1
VIEWS
Share on FacebookShare on Twitter

New Face in Gujarat Cabinet : ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાંથી છૂટા પડેલા નવા રચાયેલા વાવ-થરાદના રાજકીય સમીકરણોની વિશેષ ચર્ચા છે. બનાસકાંઠાના ઠાકોર સમાજમાંથી ચાર મોટા દિગ્ગજ નેતા છે, ત્યારે સમીકરણ પ્રમાણે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે, તો બીજી તરફ નવા જિલ્લા વાવ-થરાદમાંથી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી ચૂંટાયા છે. ત્યારે સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી અટકળો છે. જાણો શું છે સમીકરણો? 

ઠાકોર સમાજના સમીકરણોનું સંતુલન સાધવાનો પ્રયાસ 

રાજકીય વિશ્લેષકોના મતે, અલ્પેશ ઠાકોરની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થવાથી ભાજપ રાજ્યમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ જાળવી શકશે. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટાયેલા નેતા હોવા છતાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન તરીકે જાણીતા છે. સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી ચૂંટાયેલા નેતા છે, જે ઉત્તર ગુજરાતની મહત્ત્વની બનાસકાંઠા જિલ્લાની બેઠક છે અને હવે નવા જાહેર કરાયેલા વાવ-થરાદ જિલ્લાનો પણ ભાગ છે. આ રીતે, ભાજપ ઠાકોર સમાજનું સમર્થન અને રાજકીય સંતુલન જાળવી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીના રાજીનામા, નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની અટકળો

કોઈ એક પક્ષનો નહીં, પરંતુ ઠાકોર સમાજનો ગઢ 

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસતી વધારે છે. ઉત્તર ગુજરાતની બેઠકો સામાન્ય રીતે કોઈ રાજકીય પક્ષનો નહીં, પરંતુ ઠાકોર સમાજનો ગઢ ગણાય છે. આ મત વિસ્તારોનો રાજકીય ઇતિહાસ સાક્ષી છે કે, અહીં ઠાકોર સમાજનું એક તરફી મતદાન રાજકીય ઉથલ-પાથલ સર્જી શકે છે, જેથી રાજકીય પક્ષોએ સંતુલન રાખીને બેઠકોની વહેંચણી કરવી પડે છે

નવા જિલ્લાના લોકોને ખુશ કરવાનો પ્રયાસ થઈ શકે

ગુજરાત સરકારે તાજેતરમાં વાવ-થરાદને જોડીને નવા જિલ્લાની રચનાની જાહેરાત કરી છે. નવા જિલ્લાની જાહેરાતની સાથે જ ત્યાંના પ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન આપીને ભાજપ એક મજબૂત રાજકીય સંદેશ આપી શકે છે. સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવીને ભાજપ નવા જિલ્લામાંથી ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપી સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરી શકે છે. આ નિર્ણય નવા જિલ્લાના રહેવાસીઓને ખુશ કરી શકે છે.

મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અલ્પેશ ઠાકોર થયા હતા સક્રિય  

અલ્પેશ ઠાકોર ઠાકોર સેનાને પુનઃસક્રિય કરવા પ્રયત્નશીલ છે. તેમણે 20 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઠાકોર સેનાની બેઠક બોલાવી હતી, જેમાં 500થી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રીમંડળમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કેવી રીતે મજબૂત કરી શકાય તેની પણ ચર્ચા થઈ હતી. આ સંજોગોમાં ઠાકોર સમાજને પૂરતું રાજકીય પ્રતિનિધિત્વ નહીં મળે તો રાજકીય ગરમાવો સર્જાઈ શકે છે. જો કે, ભાજપ ઠાકોર સમાજના અગ્રણીઓને પક્ષ કે સંગઠનમાં મોટી જવાબદારી આપીને સંતુલન જાળવવાનો પણ પ્રયાસ કરી શકે છે. 

નોંધનીય છે કે, આ તમામ અટકળો અને સમીકરણો સૂચવે છે કે જો મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થશે, તો તેમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના પ્રતિનિધિત્વને લઈને મોટો ફેરફાર થઈ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી | AAP le…

આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી | AAP le...

વડોદરામાં પ્રેમલગ્ન બાદ યુવતી પાસેથી 15 લાખ પડાવ્યા, પૈસા પરત માગતા અશ્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી | …

વડોદરામાં પ્રેમલગ્ન બાદ યુવતી પાસેથી 15 લાખ પડાવ્યા, પૈસા પરત માગતા અશ્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી | ...

બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિકાસ યાદીમાં સ્માર્ટફોન ટોચ પર: અમેરિકામાં વેચાણ વધ્યું | Smartphones top export list: Sales increa…

નિકાસ યાદીમાં સ્માર્ટફોન ટોચ પર: અમેરિકામાં વેચાણ વધ્યું | Smartphones top export list: Sales increa…

1 year ago
ધ્રાંગધ્રાના રાજપર ગામમાંથી ફરી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | country liquor factory seized from Rajpar …

ધ્રાંગધ્રાના રાજપર ગામમાંથી ફરી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | country liquor factory seized from Rajpar …

9 months ago
ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…

3 months ago
સુરત મ્યુનિ. કમિશનરનો સપાટો! કચરા નિકાલમાં લાપરવાહી દાખવનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને અઢી કરોડનો દંડ | S…

સુરત મ્યુનિ. કમિશનરનો સપાટો! કચરા નિકાલમાં લાપરવાહી દાખવનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને અઢી કરોડનો દંડ | S…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News