gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ | indian…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ | indian…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Air Force Power:  ભારતીય સૈન્યશક્તિને લઈને આપણને ગર્વ થાય એવી જાહેરાત સામે આવી છે, અને તે એ કે, ભારતીય વાયુસેના (Indian Air Force – IAF) ને અમેરિકા (US Air Force) અને રશિયા (Russian Air Force)ની વાયુસેના પછી વિશ્વની ત્રીજા ક્રમની સૌથી શક્તિશાળી વાયુસેના તરીકેની માન્યતા મળી છે. આ રેંકિંગમાં ભારતે તેના પડોશી અને વૈશ્વિક પ્રતિસ્પર્ધી ચીન (People’s Liberation Army Air Force – PLAAF) ને પાછળ છોડી દીધું છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પાછળના કારણો રસપ્રદ છે. 

આ પણ વાંચો: ક્રિકેટરોના મોત બાદ અફઘાનિસ્તાનનો ગુસ્સો જોઈ પાકિસ્તાન ડર્યું! કતારમાં બોલાવી ‘પીસ મીટિંગ’

કેવી રીતે નક્કી થાય છે વાયુસેનાની શક્તિ?

કોઈ પણ દેશની વાયુસેનાની શક્તિ માત્ર વિમાનોની સંખ્યા જોઈને નક્કી થતી નથી. તેનો આંકડો કાઢવા માટે નીચેના પાસાંઓને ધ્યાનમાં લેવામાં આવે છે:

1.  વિમાનોની સંખ્યા અને ગુણવત્તા: ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ વિમાન, હેલિકોપ્ટર્સ, અને ખાસ હેતુના વિમાનો (જેમ કે અન્વેષણ અને નિગરાની)ની કુલ સંખ્યા કેટલી છે.

2.  એડવાન્સ ટેક્નોલોજી: વિમાનોમાં લાગેલી ટેક્નોલોજી કેટલી એડવાન્સ કક્ષાની છે. રડાર સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા, અને સ્ટીલ્થ ટેક્નોલોજી કેટલી આધુનિક છે.

3.  માનવસંસાધન: પાયલટ્સ, તકનીકી કર્મચારીઓ અને સ્ટાફની તાલીમ, કુશળતા અને અનુભવ કેવા અને કેટલા છે.

4.  પરિચાલન ક્ષમતા: જે-તે દેશની વાયુસેના દ્વારા એકીસાથે કેટલાં ઓપરેશન ચલાવી શકાય છે, દૂરના સ્થળે કેટલી ઝડપથી સેના પહોંચાડી શકાય છે, એ મુદ્દા પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

5.  એર-ટુ-એર અને એર-ટુ-ગ્રાઉન્ડ ક્ષમતા: વિવિધ પ્રકારના હથિયારોની અને મિસાઈલ સિસ્ટમની ક્ષમતા પણ આંકવામાં આવે છે.

6.  નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ ક્ષમતા: વિવિધ સેના વિભાગો (જમીન, વાયુ, સમુદ્ર) અને સંસાધનોને એક સાથે જોડીને ઓપરેશન ચલાવવાની ક્ષમતા કેટલી ઉત્તમ છે, એય લક્ષમાં લેવામાં આવે છે.

ભારતીય વાયુસેનાની શક્તિ અસીમ છે

1.  આધુનિક અને વિવિધતાભર્યા વિમાનો:

ફાઇટર જેટ્સ: IAF પાસે SU-30 MKI, મિરાજ 2000 અને રાફેલ જેવા આધુનિક વિમાનો છે. રાફેલ વિમાનોનો સમાવેશ ભારતની વાયુસેનાની ક્ષમતામાં ભારે વધારો કરનારું પગલું સાબિત થયું છે, કેમ કે તે ઉચ્ચ કક્ષાની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, લાંબી રેંજની મિસાઈલો અને સ્ટીલ્થ ગુણધર્મો ધરાવે છે.

સ્વદેશી વિકાસ: તેજસ જેટનો વિકાસ અને તેનો સક્રિય ઉપયોગ ભારતના સ્વદેશી રક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવે છે. AMCA (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ) જેવા પ્રોજેક્ટ્સ આ દિશામાં ભારતીય વાયુસેનાને ઔર મજબૂત બનાવી રહ્યા છે. 

2.  એરિઅલ રિફ્યુલિંગ: ભારતીય વાયુસેનાના વિમાનો હવામાં જ જહાજમાં ઇંધણ ભરી શકવાની ક્ષમતા (એરિઅલ રિફ્યુલિંગ) ધરાવે છે, જેને લીધે વિમાનોની પહોંચ વધી જાય છે. IAF પાસે હાલમાં રશિયન બનાવટના IL-78 વિમાનો છે જે આ કામ સુપેરે પાર પાડે છે. આ કાર્ય માટે ભવિષ્યમાં વધુ આધુનિક વિમાનો પણ IAFમાં ભરતી કરાશે. 

3. સ્ટ્રેટેજિક ટ્રાન્સપોર્ટઃ C-17 ગ્લોબમાસ્ટર III અને C-130J સુપર હરક્યુલિસ જેવા વિશાળ ટ્રાન્સપોર્ટ વિમાનો ભારે સામાન અને સૈન્ય દળોને ઝડપથી દેશના એક છેડાથી બીજા છેડે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી શકે છે.

4.  એર ડિફેન્સ સિસ્ટમ: S-400 એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમનો સમાવેશ IAFની રક્ષણાત્મક ક્ષમતાઓમાં વધારો કરે છે. આ સિસ્ટમ દુશ્મનના વિમાનો, મિસાઈલો અને ડ્રોન્સને લાંબા અંતરથી નષ્ટ કરી શકે છે.

5.  નિષ્ણાત અને સુવિધાસંપન્ન માનવબળ: IAFના પાયલટ્સ અને તકનીકી સ્ટાફ વિશ્વસ્તરના માપદંડ પર ખરા ઉતરે છે. તેમની તાલીમ અત્યંત કઠિન અને સંપૂર્ણ હોય છે. દાખલા તરીકે, ‘ગજરાજ’ અને ‘સૂર્યકિરણ’ જેવા અભ્યાસક્રમો પાયલટ્સને વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિ માટે તૈયાર કરે છે.

6.  નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ ક્ષમતા: IAF ભારતીય સેનાના બીજા અંગો— નૌકાદળ (નેવી) અને પાયદળ (આર્મી)— સાથે સારી રીતે સંકળાયેલી છે, જે આજના જમાનામાં યુદ્ધ માટે એક મહત્ત્વપૂર્ણ પાસું છે, કેમ કે એમાં વિવિધ એકમો વચ્ચે સમન્વય અને માહિતીનું આદાન-પ્રદાન જરૂરી છે.

આ પણ વાંચો: બ્રિટન કરશે ભારતની ‘નકલ’! આધાર કાર્ડની જેમ ‘બ્રિટ કાર્ડ’ બનાવાશે, PM સ્ટાર્મરની વિચારણાં

IAF ની સરખામણીમાં ચીનની વાયુસેનાની સ્થિતિ

ભારતની વાયુસેના પાસે 1,716 વિમાનો છે, એની સામે ચીનની વાયુસેના (PLAAF) પાસે બમણાં કરતાં વધારે એટલે કે 3,733 વિમાનો છે. તેમની પાસે J-20 જેવા સ્ટીલ્થ ફાઇટર જેટ્સ પણ છે. છતાં, વિશ્લેષકો માને છે કે IAF એ PLAAF કરતાં બહેતર છે, જેના કારણો નીચે મુજબ છે.

અનુભવી પાયલટ્સ: IAFના પાયલટ્સને વાસ્તવિક યુદ્ધ અને ઓપરેશનલ અનુભવ વધુ છે.

ટેક્નોલોજિકલી ભારતના વિમાનો વધુ સંતુલિત છે: ભારતે વિવિધ દેશો (રશિયા, ફ્રાંસ, ઇઝરાયલ, અમેરિકા) પાસેથી ટેક્નોલોજી લઈને સંતુલિત અને વિવિધતાભર્યો વિમાનજથ્થો ઊભો કર્યો છે.

ઓપરેશનલ તાલીમ: IAFની યુદ્ધ તાલીમને વિશ્વભરમાં ઉચ્ચ દરજ્જાની ગણવામાં આવે છે.

વિશ્વના પ્રમુખ દેશોની વાયુસેનાની રેંકિંગ અને વિશેષતા

1.  અમેરિકા (US Air Force): વિશ્વમાં સૌથી શક્તિશાળી, સૌથી આધુનિક તકનીક (F-22, F-35), અને વિશ્વવ્યાપી પહોંચ. રેંકિંગ- 242.92

2.  રશિયા (Russian Air Force): વિમાનોની વિશાળ સંખ્યા, શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ (S-400 જેવી) અને ભારે બોમ્બર્સ. રેંકિંગ- 114.23

3.  ભારત (Indian Air Force): આધુનિક અને વિવિધતાભર્યાં વિમાનો, ઉચ્ચ કુશળતાસંપન્ન માનવબળ અને વધતી જતી સ્વદેશી ક્ષમતા. રેંકિંગ- 69.44

4.  ચીન (PLAAF): વિમાનોની વિશાળ સંખ્યા અને ઝડપથી વિકસિત થતી સ્ટીલ્થ અને અન્ય તકનીકો, પરંતુ અનુભવ અને સંયુક્ત ઓપરેશનમાં પડકારો. રેંકિંગ- 63.85

5.  જાપાન (Japanese Air Self-Defense Force): ઉચ્ચ કક્ષાના F-35 જેટ્સ અને શક્તિશાળી એર ડિફેન્સ. રેંકિંગ- 58.1

6.  ઇઝરાયલ (Israeli Air Force): અત્યંત આધુનિક તકનીક, ઉત્કૃષ્ટ તાલીમ અને વાસ્તવિક લડાઈનો વિશાળ અનુભવ. રેંકિંગ- 56.3

7. ફ્રાંસ (French Air Force): રાફેલ જેવી અદભુત તકનીક અને સ્વતંત્ર રક્ષણ ઉદ્યોગ. રેંકિંગ- 55.3  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
INDIA

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

April 2, 2026
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…
INDIA

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

April 2, 2026
હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
Next Post
થરાદ: નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકનો મોત, પાણી પીવા જતાં બની દુર્ઘટના | Two children die after …

થરાદ: નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકનો મોત, પાણી પીવા જતાં બની દુર્ઘટના | Two children die after ...

‘પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં’, રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat…

'પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં', રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat...

સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid…

સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…

4 months ago
SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fea…

SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fea…

2 months ago
મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

1 month ago
ખાંભડામાંથી જુગારની ક્લબ ઝડપાઇ 5 શખ્સ પકડાયા, 5 નાસી છૂટયા | Gambling club busted in Khambharda 5 ar…

ખાંભડામાંથી જુગારની ક્લબ ઝડપાઇ 5 શખ્સ પકડાયા, 5 નાસી છૂટયા | Gambling club busted in Khambharda 5 ar…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News