![]()
સુરેન્દ્રનગર – વઢવાણ પોલીસે બાતમીના
આધારે કોઠારિયા રોડ પર આવેલી બાપા સિતારામની મઢુલી પાસેથી (૧) પ્રદીપભાઈ ઉર્ફે
ભુરો દેવજીભાઈ પરમાર (૨) મુકેશભાઈ માવજીભાઈ રાઠોડ (૩) પ્રકાશભાઈ વિનોદભાઈ ચાવડા
(તમામ રહે.ગણપતિ ફાટસર, વઢવાણ)ને ૭૫ લીટર દેશી દારૃ
(કિં.રૃ.૧૫૦૦૦), એક બાઈક, એક ટુવ્હીલર
સહિત ફૂલ રૃ.૭૫,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને તમામ
વિરૃદ્ધ વઢવાણ પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.










