gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan News: રાજસ્થાનના ભીલવાડામાં સીએનજી પંપ પર સામાન્ય વાત પર મોટો વિવાદ થયો હતો, જેમાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. SDMએ કર્મચારીને થપ્પડ મારતા, સામે કર્મચારીએ પણ SDMને લાફો ઝીંકી દીધો હતો. મારામારીની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો બુધવારે સામે આવ્યો હતો.

ઘટના ક્યાં બની?

મળતી માહિતી મુજબ, આ મામલો રાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અજમેર-ભીલવાડા હાઇવે પર સ્થિત જસવંતપુરાના સીએનજી પેટ્રોલ પંપ પર મંગળવારે બપોરે 3:43 વાગ્યાનો છે. પોલીસ ફરિયાદમાં SDMના જણાવ્યા અનુસાર, તેઓ દિવાળી પર પોતાના ઘરે ભીલવાડા આવ્યા હતા અને તેઓ કેટલાક સંબંધીઓને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ પર કારમાં સીએનજી ભરવા માટે ઊભા રાખ્યા હતા. જોકે, કર્મચારીએ તેમની કારને બદલે પાછળથી આવેલી અન્ય એક કારમાં સીએનજી ભરી દીધો હતો. જ્યારે SDMએ આ બાબતે ટોક્યા, તો પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારી તેમની સાથે દલીલ કરવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર

SDMની પત્નીની છેડતી?

SDM ની પત્નીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું કે, “અમે આખા પરિવાર સાથે દિવાળી ઉજવવા ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમે પેટ્રોલ પંપ પર ઇંધણ ભરવા માટે રોકાયા હતા. ત્યાં પેટ્રોલપંપના કર્મચારીએ મારી સામે આંખ મારી, જેનાથી મારા પતિ ખિજાયા તો કર્મચારીએ અમારી કારને બદલે અમારી પાછળની કારમાં ઇંધણ ભરવાનું શરૂ કર્યું. અને મને કહ્યુંઃ ‘શું માલ લાગી રહી છે, મારા પતિ ઉતર્યા તો ત્રણ લોકોએ તેમની સાથે મારામારી શરૂ કરી દીધી. ત્યારબાદ પેટ્રોલ પંપનો માલિક આવ્યો અને ગાળાગાળી શરૂ કરી દીધી.’

ફરિયાદમાં, પત્નીએ જણાવ્યું હતું કે, “મને પૂછવામાં આવ્યું કે, ‘તમે શું શોધી રહ્યા છો?’ જ્યારે મારા પતિ ઉતર્યા, ત્યારે ત્રણેય માણસોએ તેમના પર હુમલો કરવાનું શરૂ કર્યું. પછી, જ્યારે પેટ્રોલ પંપ માલિક આવ્યો, ત્યારે તેણે પણ અમારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું.”

આ પણ વાંચોઃ રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન

SHO બચ્છરાજ ચૌધરીએ જણાવ્યું કે, SDM સાથે મારામારી કરવા બદલ પંપના ત્રણ કર્મચારીઓ – દીપક માળી, પ્રભુ લાલ કુમાવત અને રાજા શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

વીડિયોમાં શું જોવા મળ્યું?

સીસીટીવી ફૂટેજ અને રિપોર્ટમાં જોવા મળેલી વિગતો અનુસાર:

  • SDM ગાડીમાંથી ઉતરીને પેટ્રોલ પંપના કર્મચારીને ગુસ્સામાં કહે છે: “ઓયે, અહીંથી હટાવ આ, SDM છું અહીંનો…” અને પોતાની કાર તરફ ઇશારો કરીને કહે છે કે “તને ખબર નથી કે ગાડી અહીં ઊભી છે…” આટલું કહીને SDM પંપકર્મીને થપ્પડ મારી દે છે.
  • પહેલો કર્મચારી પૂછે છે: “શું તમે આ ખોલ્યું હતું (ફ્યુઅલ કેપ)?”
  • એટલામાં જ એક અન્ય કર્મચારી દોડીને આવે છે અને SDM સાથે દલીલ કરે છે. જ્યારે બીજો કર્મચારી કહે છે: “ધક્કા કેમ મારી રહ્યા છો?” તો SDM તેને પણ લાફો ઝીંકી દે છે.
  • પછી SDM કહે છે: “SDM ને હાથ કેવી રીતે લગાવ્યો? ઊભો રહે તું…”
  • બીજા એક વીડિયોમાં SDM કહેતા નજરે પડે છે: “મારી પહેલાં ગાડી કેવી રીતે લગાવી?”
  • કર્મચારી જવાબ આપે છે: “તમે ફ્યુલ કેપ ખોલી જ નહતી.”
  • SDM ધમકી આપતા દેખાય છે, ત્યારે ત્યાં ઊભેલો એક યુવક કહે છે: “ગાળાગાળી ન કરો.”
  • SDM ગુસ્સામાં પૂછે છે: “તને ખબર છે હું કોણ છું?” યુવક કહે છે: “તમે હિન્દુસ્તાન કી તોપ હો કંઈ પણ હો… પરંતુ, ગાળાગાળી ન કરો.’
  • ત્યારબાદ SDM કર્મચારીને ફરી પૂછે છે: “માર્યું કેવી રીતે મને?” અને તેને ફરી એકવાર લાફો ઝીંકી દે છે.
  • આ ઘટનાને પગલે સરકારી અધિકારી અને સામાન્ય કર્મચારી વચ્ચેના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં પોલીસે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…
INDIA

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…

May 27, 2026
ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…
INDIA

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

May 27, 2026
દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો
INDIA

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

May 27, 2026
Next Post
બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર | …

બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર | ...

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I…

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I...

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ | Clas…

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ | Clas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak…

રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak…

5 months ago
જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો | Y…

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો | Y…

6 months ago
‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી

‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી

10 months ago
ફાઉન્ડરને ટી પોસ્ટની ફ્રેન્ચાઈઝીના હક પરત આપવા NCLTનો આદેશ | tea post frenchise controversy

ફાઉન્ડરને ટી પોસ્ટની ફ્રેન્ચાઈઝીના હક પરત આપવા NCLTનો આદેશ | tea post frenchise controversy

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News