Ahmedabad Accident: અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ રોડ પર ડફનાળા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક રિક્ષાચાલક સહિત ચાર શખસ ઈજાગ્રસ્ત થયા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ પર ડફનાળા જંક્શન નજીક પૂરપાટ ઝડપે કાર ચાલી રહી હતી, ત્યારે અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર રોડ ડિવાઇડર કૂદીને ઓટોરિક્ષા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કાર પલટી ગઈ અને તેનું એન્જિન ફાટી ગયું અને બાદમાં કારમાં આગ પણ લાગી ગઈ હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની રેલી દરમિયાન VHP કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણઃ વિવાદિત પોસ્ટરના કારણે થયો વિવાદ
ચાર શખસ થયાં ઈજાગ્રસ્ત
અકસ્માતમાં ત્રણ મુસાફરો પાર્થ મેવાડા, યશ અમીન અને અમિત ભરવાડ નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં હજુ એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. ચારેયને હાલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ
સદનસીબે વાહનમાં આગ લાગે તે પહેલાં જ ત્યાંથી પસાર થતાં લોકોએ કારમાં સવાર લોકોને બચાવી દીધા હતાં. બાદમાં શાહીબાગ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી દીધી હતી.