gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂ.8000, સોનામાં રૂ.4500નું ગાબડું | Ahmedabad: Silver plunges Rs 8000…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in Business
0 0
0
અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂ.8000, સોનામાં રૂ.4500નું ગાબડું | Ahmedabad: Silver plunges Rs 8000…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દિવાળી પૂર્વે સોનાચાંદીમાં એકધારી તેજી બાદ હવે પવન પલટાઈ રહ્યાના સંકેત મળી રહ્યા છે અને કિંમતી ધાતુના ભાવ ફૂલ સ્પીડમાં રિવર્સમાં જઈ રહ્યાનું છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યું છે. વૈશ્વિક સોનાના ભાવમાં ઓલટાઈમ હાઈ સપાટીએથી દસ દિવસમાં જ ૫૦૦ ડોલર જેટલા નીકળી જતા ઘરઆંગણે સોનામાં તેજી પૂરી થયાનો ગણગણાટ શરૂ થયો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતાને ડિસ્કાઉન્ટ કરી સોનાના ભાવ ઘટાડા તરફી રહ્યા છે.

સોના પાછળ ચાંદીમાં પણ લેવાલી અટકી રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે સોના વાયદામાં લેણવાળા હળવા થઈ રહ્યા હોવાને કારણે હાજરમાં ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. હવે કિંમતી ધાતુમાં ઊંચા મથાળેથી ઘટાડો કયાં જઈને અટકશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. વૈશ્વિક સોનું   જે દસ  દિવસ પૂર્વે પ્રતિ ઔંસ ઉપરમાં ૪૩૭૯ ડોલર જોવાયું હતું  તે  આજે  ૩૯૦૦ ડોલરની અંદર સરકી ગયું હતું. ચાંદી પણ જે પ્રતિ ઔંસ ૫૪.૪૭ ડોલરની ટોચ  પર  પહોંચી ગઈ હતી તે ગબડીને ૪૬ ડોલરની અંદર  ઊતરી ગઈ હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુમાં ઘટાડો જળવાઈ રહ્યો છે. અમદાવાદ બજારમાં ચાંદી એક જ દિવસમાં રૂપિયા ૮૦૦૦ જ્યારે સોનામાં રૂપિયા ૪૫૦૦ નીકળી ગયા હતા. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટ કન્ટ્રિઝ (ઓપેક) દ્વારા પૂરવઠો વધારવાના સંકેતે ક્રુડ તેલના ભાવ ૬૫ ડોલરની અંદર નરમ બોલાતા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૩૦૦૦ ઘટી રૂપિયા ૧,૧૮,૦૪૩ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૧૭,૫૭૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૪૧,૮૯૬ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદીમાં રૂપિયા ૪૦૦૦ જેટલા નીકળી ગયા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૧,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૧,૫૦૦ કવોટ થતા હતા. સોમવારની સરખામણીએ  સોનામાં રૂપિયા ૪૫૦૦ નીચા બોલાતા હતા. અમદાવાદ ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૮૦૦૦ ઘટી રૂપિયા ૧,૪૩,૦૦૦ બોલાતી હતી.

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ નીચામાં ૩૮૮૬ ડોલર અને ઉપરમાં ૪૦૧૯ ડોલર થઈ મોડી સાંજે ૩૯૨૫ ડોલર મુકાતુ હતું. ચાંદી નીચામાં ૪૫.૫૫  ડોલર અને ઉપરમાં ૪૭.૨૨ ડોલર થઈ મોડી સાંજે ઔંસ દીઠ ૪૬.૪૫ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પણ નરમ પડી હતી. પ્લેટિનમ પ્રતિ ઔંસ ઘટી ૧૫૭૧ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૩૬૭ ડોલર મુકાતુ હતું.

ફેડરલ ઓપન માર્કેટ કમિટિ વ્યાજ દરમાં પા ટકા ઘટાડો કરશે તેવી મજબૂત ધારણાં છતાં સોનાના ભાવ હાલમાં દબાણ હેઠળ આવી ગયા છે. અમેરિકા-ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાના સંકેતે સોનાની સેફ હેવન માગ નબળી પડતા ભાવ  ઘટાડા તરફી જોવા મળી રહ્યા છે. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવી રહ્યું છે. ગોલ્ડ ઈટીએફમાં આઉટફલોસને કારણે પણ ભાવ પર અસર પડી છે.

ઓપેક દ્વારા ડિસેમ્બરમાં ક્રુડ તેલનો પૂરવઠો વધારવાના સંકેતે ક્રુડ તેલના ભાવ દબાણ હેઠળ  રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૪૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૪.૬૯ડોલર મુકાતું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
ઝાલાવાડમાં 3જા દિવસે વરસાદ – ખરીફ પાકનો સોથ વળ્યો | Rain for 3rd day in Jhalawar Kharif crops affect…

ઝાલાવાડમાં 3જા દિવસે વરસાદ - ખરીફ પાકનો સોથ વળ્યો | Rain for 3rd day in Jhalawar Kharif crops affect...

વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country's gold res...

આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી…

આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત | Jaish…

પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત | Jaish…

1 year ago
શેરબજારમાં વધુ નફાની લાલચે એપ્લિકેશનો થકી 2.93 કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસના આરોપમાં બેંક કર્મચારી…

શેરબજારમાં વધુ નફાની લાલચે એપ્લિકેશનો થકી 2.93 કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસના આરોપમાં બેંક કર્મચારી…

1 year ago
નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્યૂ, ભાવુક વીડિયો વાઈરલ

નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્યૂ, ભાવુક વીડિયો વાઈરલ

8 months ago
વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

22 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News