M. T. Krishnappa Strange Demand: જનતા દળ (સેક્યુલર)ના ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પાએ કર્ણાટક વિધાનસભામાં અજીબ માગ મૂકી દીધી. તે બાદ આ મામલાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે સરકાર મહિલાઓને આટલી બધી મફત વસ્તુઓ આપી રહી છે તો પુરુષોને પણ દર અઠવાડિયે 2 બોટલ મફત દારૂ આપવામાં આવે. તેમણે આ વાત બુધવારે ગૃહમાં ચર્ચા દરમિયાન કહી.
શું છે સમગ્ર મામલો?
એમટી કૃષ્ણપ્પાએ કહ્યું, ‘અધ્યક્ષ મહોદય, મને ખોટો ના સમજો પરંતુ જ્યારે તમે 2000 રૂપિયા મફત આપો છો, જ્યારે તમે વિજળી મફત આપો છો તો આ આપણા પૈસા છે? તો તેમને કહો કે તે દારૂ પીનારાને પણ દર અઠવાડિયે બે બોટલ મફત આપો. દર મહિને પૈસા આપવા શક્ય નથી, બસ બે બોટલ.
આ આપણા પૈસા છે જે શક્તિ યોજના, મફત બસ અને કરંટ માટે આપવામાં આવી રહ્યાં છે. તો પુરુષોને દર અઠવાડિયે બે બોટલ આપવામાં શું ખોટું છે? આને કરાવો. કોઓપરેટિવ સોસાયટી દ્વારા સરકારને આ કરવા દો. મંત્રી જ્યોર્જને આ કરવા દો.’
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પર 571 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ, ACBએ હાથ ધરી તપાસ
કેજે જ્યોર્જ: તમે ચૂંટણી જીતો, સરકાર બનાવો અને આ કરો.
એમટી કૃષ્ણપ્પા: તમે હવે ગેરંટી આપી દીધી છે ને?
કેજે જ્યોર્જ: અમે દારૂ પીવાને યથાસંભવ ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.
અધ્યક્ષ યુટી ખાદર: બે બોટલ મફત આપવાના તમારા સૂચનથી પહેલા જ આપણે મુશ્કેલ સ્થિતિમાં પડી શકો છો. કલ્પના કરો કે જો આપણે બે બોટલ મફત આપવા લાગ્યા તો સ્થિતિ કેવી હશે.
એમટી કૃષ્ણપ્પા: જો તમે આને મફતમાં આપશે તો સ્થિતિ આપમેળે ઠીક થઈ જશે.
એમટી કૃષ્ણાપ્પાના આ નિવેદન બાદ રાજકારણમાં હોબાળો મચી ગયો છે. તેમના આ નિવેદનની અમુક નેતા ટીકા પણ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે આખરે ધારાસભ્ય આ પ્રકારની માગ કેવી રીતે કરી શકો છો.