– અગનજ્વાળાઓ વરસતા ઝાલાવાડવાસીઓ શેકાયા
– શહેરની બજારો અને રસ્તાઓ ગરમીના કારણે સુમસામ બન્યા : રજાના દિવસે બપોરે ઘરમાંથી નીકળવાનું લોકોએ ટાળ્યું : તળાવો સુકાતા પશુઓ માટે પાણીની તંગી સર્જાશે : લીલા ઘાસચારાની પણ અછત
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે. ત્યારે ગઈકાલે તા.૦૬ એપ્રિલના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ૪૫ ડિગ્રીથી વધુ તપામાન નોંધાતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.