![]()
ફોરેન ફંડોની સપ્તાહના અંતે શેરોમાં સતત વેચવાલી
મુંબઈ : અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડિલ થયાના અને ચાઈના પરના ટેરિફમાં ઘટાડો કરાયા સામે ભારત સાથે ટ્રેડ ડિલ કરી રહ્યાના ટ્રમ્પના નિવેદન છતાં કેટલીક મહત્વની બાબતોએ ટ્રેડ ડિલ ફરી ઘોંચમાં પડવાની અનિશ્ચિતતાને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેર બજારોમાં સતત ધૂમ વેચવાલી રહી હતી. સતત બીજા દિવસે ફંડોએ મોટું સેલિંગ કરતાં અને મહારથીઓએ પણ નવી તેજીમાં સાવચેત બની અવિરત પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બીજી તરફ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વકરતાં અને યુક્રેન-રશીયા યુદ્વને લઈ અનિશ્ચિતતા કાયમ હોઈ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ ફંડો સાવચેત રહ્યા હતા. ફંડોએ મેટલ-માઈનીંગ, બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર-ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી શેરોમાં વેચવાલી કરી હતી. અલબત પસંદગીના કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સનની આગેવાનીએ ખરીદી રહી હતી. સેન્સેક્સ ૪૬૫.૭૫ પોઈન્ટ તૂટીને ૮૩૯૩૮.૭૧ બંધ રહ્યો હતો. જે બે દિવસમાં ૧૦૫૮ પોઈન્ટ ગબડયો છે. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આજે ૧૫૫.૭૫ પોઈન્ટ ઘટીને ૨૫૭૨૨.૧૦ બંધ રહ્યો હતો. જે બે દિવસમાં ૩૩૨ પોઈન્ટ તૂટયો છે.
ચાઈના સાથે અમેરિકા ડિલે મેટલમાં નરમાઈ : મેટલ ઈન્ડેક્સ ૪૦૮ ગબડયો : સેઈલ, જિન્દાલ સ્ટીલ ઘટયા
અમેરિકા અને ચાઈના વચ્ચે રેર અર્થ સપ્લાય મામલે ડિલ થતાં અને ભારતીય ચાર કંપનીઓને પણ ચાઈનાથી આયાત માટે મંજૂરી સહિતના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક મેટલના ભાવો ઘટતાં મેટલ-માઈનીંગ શેરોમાં આજે સતત ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. લંડન મેટલ એક્સચેન્જમાં નોન-ફેરસ મેટલના ભાવો વધતાં અટકતાં ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. સેઈલ રૂ.૩.૮૦ ઘટીને રૂ.૧૨૮.૪૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૩૦ ઘટીને રૂ.૯૮૬.૩૦, ટાટા સ્ટીલ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૬૯.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૨.૪૫ ઘટીને રૂ.૧૧૩૯.૫૦, હિન્દાલ્કો રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૭૫૬.૧૦, એપીએલ અપોલો રૂ.૨૪.૬૦ ઘટીને રૂ.૧૭૧૮.૨૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૨૪૯૮.૩૫, એનએમડીસી રૂ.૧.૨૫ ઘટીને રૂ.૭૫.૯૨ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૦૭.૯૭ પોઈન્ટ તૂટીને ૩૫૧૨૮.૭૪ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વધતું ધોવાણ : કોટક મહિન્દ્રા બેંક રૂ.૮૫ તૂટયો : એક્સિસ રૂ.૪૩ ઘટયો
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડોએ વેચવાલી કરી હતી. કોટક મહિન્દ્રા બેંક રૂ.૮૫ ઘટીને રૂ.૨૦૪૭.૯૫, એક્સિસ બેંક રૂ.૪૩.૧૦ ઘટીને રૂ.૧૦૪૬.૪૦, કેનેરા બેંક રૂ.૩.૩૮ ઘટીને રૂ.૮૭.૦૩, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૪.૪૫ ઘટીને રૂ.૧૨૯૦૫.૫૦, એચડીએફસી બેંક રૂ.૫૧.૨૦ ઘટીને રૂ.૧૭૬૫.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૭૪૮.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૫.૬૦ ઘટીને રૂ.૨૨૮.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૨.૦૭ પોઈન્ટ ઘટીને ૬૪૯૩૬.૦૫ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં બંધન બેંક રૂ.૧૩.૯૫ તૂટીને રૂ.૧૫૬.૫૫, શેર ઈન્ડિયા રૂ.૧૪.૧૦ ઘટીને રૂ.૧૮૫.૫૦, મનીબોક્સ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૬૧.૪૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૪૭.૯૫ ઘટીને રૂ.૯૭૭.૪૦, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૦૭.૦૫ ઘટીને રૂ.૫૪૭૫.૧૦,ક્રેડિટ એક્સેસ રૂ.૫૩ ઘટીને રૂ.૧૪૧૬.૨૫ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં ફંડો વેચવાલ : આરતી ડ્રગ્ઝ, વોખાર્ટ, સોલારા, પોલીમેડ, થેમીસ મેડી, ગુજરાત થેમીસ ઘટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોનું આજે ફરી હેમરિંગ થવા લાગતાં અનેક શેરોના ભાવો તૂટતાં જોવાયા હતા. આરતી ડ્રગ્ઝ રૂ.૨૯.૪૦ ઘટીને રૂ.૪૭૭, વોખાર્ટ રૂ.૮૩.૦૫ ઘટીને રૂ.૧૩૯૧, ગુજરાત થેમીસ રૂ.૨૦.૫૫ ઘટીને રૂ.૩૯૧, સોલારા રૂ.૩૧.૨૦ ઘટીને રૂ.૬૪૧.૮૫, પોલીમેડ રૂ.૯૨.૮૫ ઘટીને રૂ.૧૯૪૦.૮૦, થેમીસ મેડી રૂ.૬.૨૮ ઘટીને રૂ.૧૩૬.૧૦, થાયરોકેર રૂ.૩૬.૭૦ ઘટીને રૂ.૧૧૬૩.૩૫, ન્યુલેન્ડ લેબ. રૂ.૪૪૪.૧૫ ઘટીને રૂ.૧૪,૩૭૧.૬૫, બાયોકોન રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૩૪૫.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૩૮.૫૯ પોઈન્ટ ઘટીને ૪૪૫૨૯.૭૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૩૦ પોઈન્ટ તૂટયો : વોલ્ટાસ, વ્હર્લપુલ, ક્રોમ્પ્ટન, બ્લુ સ્ટારમાં પ્રોફિટ બુકિંગ
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ વધાર્યું હતું. વોલ્ટાસ રૂ.૩૪.૦૫ ઘટીને રૂ.૧૩૮૪.૨૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૬.૫૦ ઘટીને રૂ.૧૩૯૬.૮૫, ક્રોમ્પ્ટન રૂ.૩.૮૦ ઘટીને રૂ.૨૮૨.૮૦, બ્લુ સ્ટાર રૂ.૨૪.૯૫ ઘટીને રૂ.૧૯૩૬.૫૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૧૩૯૩, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૫૩.૪૫ ઘટીને રૂ.૧૫,૪૯૭.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૨૯.૯૩ પોઈન્ટ ઘટીને ૬૦૫૬૧.૬૧ બંધ રહ્યો હતો.
લાર્સનના પરિણામે કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ તેજી : ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટીમકેન, ભેલ વધ્યા
એન્જિનિયરીંગ જાયન્ટ લાર્સન એન્ડ ટુબ્રોના એકંદર સારા પરિણામે અને ઓર્ડર બુકે ફંડોની સતત બીજા દિવસે ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૬.૨૦ વધીને રૂ.૪૨૬.૧૫, ટીમકેન રૂ.૯૫.૮૫ વધીને રૂ.૩૧૫૧.૩૫, ભેલ રૂ.૫ વધીને રૂ.૨૬૬.૨૫, પીટીસીઆઈએલ રૂ.૨૪૭.૭૦ વધીને રૂ.૧૭,૨૮૦.૧૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૨.૮૦ વધીને રૂ.૪૬૮૧૧.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૮૪.૮૯ પોઈન્ટ વધીને ૭૦૪૦૪.૩૯ બંધ રહ્યો હતો.
એ ગુ્રપના શેરોમાં નવીન ફ્લોરિન, ટીડી પાવર, ચેન્નઈ પેટ્રો, ઈન્ટેલેક્ટ, લેટેન્ટ વ્યુ, આઈડીબીઆઈ બેંક વધ્યા
ખરાબ બજારે આજે એ ગુ્રપના પ્રમુખ વધનાર શેરોમાં નવીન ફ્લોરીન રૂ.૭૨૦.૬૦ ઉછળીને રૂ.૫૬૯૬.૬૦, ટીડી પાવર સિસ્ટમ્સ રૂ.૮૮.૮૦ વધીને રૂ.૭૭૪.૬૦, ચેન્નઈ પેટ્રો રૂ.૯૫.૫૫ વધીને રૂ.૯૮૦.૦૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૮૬.૨૦ વધીને રૂ.૧૧૩૨.૯૦, લેટેન્ટ વ્યુ રૂ.૨૫.૩૫ વધીને રૂ.૪૪૮.૪૦, આઈડીબીઆઈ બેંક રૂ.૫.૭૧ વધીને રૂ.૧૦૩.૫૭, ગ્લોબસ સ્પિરીટ રૂ.૫૪.૫૦ વધીને રૂ.૧૧૫૫.૬૦, અશોકા બિલ્ડકોન રૂ.૮.૯૦ વધીને રૂ.૨૦૫.૭૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૨૦ વધીને રૂ.૧૪૮.૫૫, વેલકોર્પ રૂ.૩૯ વધીને રૂ.૯૬૫.૦૫, જીનસ પાવર રૂ.૧૧.૮૫ વધીને રૂ.૩૪૧.૩૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી : એ ગુ્રપના શેરોમાં મજબૂતી : ૧૮૩૦ શેરો પોઝિટીવ બંધ
સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા બોલાતા રહેતાં અને સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ નવી ખરીદી અટકી વ્યાપક વેચવાલી સામે એ ગુ્રપના પસંદગીના શેરોમાં આકર્ષણ જળવાતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૬૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૩૦ અને ઘટનારની સંખ્યા ૧૮૨૨ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૦.૨૬ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં સતત નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીના પરિણામે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૦.૨૬ લાખ કરોડ રહ્યું હતું.










