gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાહ ભાઈ વાહ… GSTના દર ઘટયા,સરકારની તિજોરી છલકાઈ! | GST rates reduced government coffers overflowed

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
વાહ ભાઈ વાહ… GSTના દર ઘટયા,સરકારની તિજોરી છલકાઈ! | GST rates reduced government coffers overflowed
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. ૧.૯૬ લાખ કરોડ

– ગ્રોસ ડોમેસ્ટિક આવક બે ટકા વધીને ૧.૪૫ લાખ કરોડ, આયાતોમાંથી કરની આવક ૧૩ ટકા વધીને રૂ. ૫૦,૮૮૪ કરોડ

– જીએસટી કલેક્શન સતત ૧૦મા મહિને ૧.૮૦ લાખ કરોડથી વધુ જ્યારે ઓક્ટોબરમાં ૪.૬ ટકાની વૃદ્ધિ એક વર્ષમાં સૌથી ઓછી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે તહેવારોની મોસમમાં ઓક્ટોબરમાં જીએસટીના રેટમાં ઐતિહાસિક કાપ મૂક્યો હતો, જેને પગલે ૩૭૫ વસ્તુઓ પર જીએસટી ઘટી ગયો હતો. આમ છતાં ઓક્ટોબરમાં જીએસટીની આવકથી સરકારી તિજોરી છલકાઈ ગઈ છે. ઓક્ટોબરમાં સરકારને જીએસટી કલેક્શન વાર્ષિક ૪.૬ ટકા વધીને રૂ. ૧.૯૬ લાખ કરોડ થયું હતું. સરકારની આવકમાં આ વૃદ્ધિનું મુખ્ય કારણ તહેવારોની માગ અને નીચા જીએસટીથી વસ્તુઓના ભાવમાં થયેલા ઘટાડાના કારણે લોકોની ખરીદીમાં વધારો હતા.

કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું કે, ઓક્ટોબર ૨૦૨૫માં ગ્રોસ જીએસટી કલેક્શન ૧.૯૬ લાખ કરોડ થયું હતું, જે વાર્ષિક ધોરણે ૪.૬ ટકાનો વધારો દર્શાવે છે. ઓક્ટોબર ૨૦૨૪માં જીએટી કલેક્શન ૧.૮૭ લાખ કરોડ રહ્યું હતું. આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ક્રમશઃ ૧.૮૬ લાખ કરોડ અને ૧.૮૯ લાખ કરોડ હતું. 

આ સતત ૧૦મો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન રૂ. ૧.૮૦ લાખ કરોડથી ઉપર રહ્યું છે. આ પહેલા મે ૨૦૨૫માં જીએસટી કલેક્શન રૂ. ૨ લાખ કરોડને પાર થઈ ગયું હતું. ઓક્ટોબરમાં સ્થાનિક વેચાણના સંકેત આપતી ગ્રોસ ડોમેસ્ટિક આવક બે ટકા વધીને ૧.૪૫ લાખ કરોડ થઈ હતી જ્યારે આયાતોમાંથી કરની આવક ૧૩ ટકા વધીને રૂ. ૫૦,૮૮૪ કરોડ થઈ હતી. ઓક્ટોબરમાં જીએસટી રીફન્ડ વાર્ષિક ૩૯.૬ ટકા વધીને રૂ. ૨૬,૯૩૪ કરોડ રહ્યું હતું. આમ, રીફન્ડ એડજસ્ટ કર્યા પછી ઓક્ટોબરમાં જીએસટીની ચોખ્ખી આવક રૂ. ૧.૬૯ લાખ કરોડ રહી હતી, જે વાર્ષિક ધોરમે ૦.૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

ઓક્ટોબર ૨૦૨૫માં જીએસટી કલેક્શનમાં ઊછાળો એવા સમયે જોવા મળ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં ઐતિહાસિક ફેરફાર કરતાં ચારના બદલે બે દર અમલમાં મૂક્યા હતા. નવરાત્રીના પહેલા દિવસ ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવેલા જીએસટી ના નવા દરોના કારણે ૩૭૫થી વધુ વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રસોડા માટે જરૂરી વસ્તુઓથી લઈને ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ સુધીની વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

જોકે, ઓક્ટોબરના કલેક્શનમાં તહેવારોની મોસમના વેચાણની મજબૂત અસર જોવા મળી હતી. કારણ કે અનેક ગ્રાહકોએ વસ્તુઓના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ લઈને વ્યાપક પ્રમાણમાં ખરીદી કરી હતી. વડાપ્રધાન મોદીએ ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના તેમના ભાષણમાં દિવાળી પહેલા જીએસટીના રેટમાં મોટા ઘટાડાની જાહેરાત કરી હોવાથી અનેક ગ્રાહકોએ આ ઘટાડા સુધી તેમની ખરીદી અટકાવી રાખી હતી. નવરાત્રીની શરૂઆત સાથે જીએસટીના રેટમાં ઘટાડો લાગુ થતા લોકોએ ખરીદી શરૂ કરી હતી.

તહેવારોની મોસમમાં જંગી ખરીદી છતાં ઓક્ટોબરમાં જીએસટી કલેક્શનની ૪.૬ ટકાની વૃદ્ધિ છેલ્લા એક વર્ષમાં સૌથી ધીમી રહી છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ૯.૧ ટકા વધ્યું હતું, જે ચાર મહિનામાં સૌથી વધુ હતું. ઓગસ્ટમાં જીેસટી કલેક્શનમાં ૬.૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વિપ અને લદ્દાખ જેવા રાજ્યો-કેન્દ્રશાતિ પ્રદેશોમાંથી પણ જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે, જે સમગ્ર ભારતમાં આર્થિક વિકાસના સંકેત આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…
INDIA

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

May 18, 2026
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…
INDIA

બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…

May 18, 2026
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…
INDIA

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

May 18, 2026
Next Post
શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la…

શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la...

ગુજરાત સરકારની જીએસટીની આવક ૧૬.૦૭ ટકા વધ્યાનો દાવો | SGST income increase in October 2025

ગુજરાત સરકારની જીએસટીની આવક ૧૬.૦૭ ટકા વધ્યાનો દાવો | SGST income increase in October 2025

જરોદમાં વૃધ્ધાની ચેન લૂંટી લેનાર બે બાઇક સવારોની ધરપકડ | Two bikers arrested for robbing elderly wom…

જરોદમાં વૃધ્ધાની ચેન લૂંટી લેનાર બે બાઇક સવારોની ધરપકડ | Two bikers arrested for robbing elderly wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say…

‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say…

5 months ago
શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

10 months ago
ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation’s budget of Rs 1 918 crore…

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation’s budget of Rs 1 918 crore…

3 months ago
ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLની ટીમો ત્રાટકી, ૧૧૭ વીજ ચોરીના જોડાણો મળ્યા | illegal 117 electric connect…

ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLની ટીમો ત્રાટકી, ૧૧૭ વીજ ચોરીના જોડાણો મળ્યા | illegal 117 electric connect…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News