gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરસાદી માહોલ વચ્ચે વૌઠાના લોક મેળાનો પ્રારંભ : ભાવિકો ઉમટયાં | Vautha Lok Mela begins amid rainy wea…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
વરસાદી માહોલ વચ્ચે વૌઠાના લોક મેળાનો પ્રારંભ : ભાવિકો ઉમટયાં | Vautha Lok Mela begins amid rainy wea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 7 નદીના સંગમ તીર્થ પર શ્રધ્ધાળુઓનો જમાવડો 

– કારતક પૂનમના પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવશે : ગદર્ભ સહિત પશુઓની ખરીદ -વેચાણ પણ થશે 

નડિયાદ : અમદાવાદ અને ખેડા જિલ્લાની સીમા પર વાત્રક, મેશ્વો, સાબરમતી, ખારી, શેઢી, માઝુમ અને હાથમતી જેવી સાત નદીના સંગમ સ્થળે વૌઠાના મેળાનું આયોજન થયું છે. આજથી વૌઠાના મેળાનો પ્રારંભ થયો છે. વરસાદી માહોલ વચ્ચે વૌઠાના મેળામાં પ્રથમ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. 

માતર તાલુકાના પાલ્લા ગામે અને સામે કાંટે આવેલા ધોળતા તાલુકાના વૌઠા ગામમાં અગિયારથી પૂનમ સુધી યોજાતા મેળાનું આગવું મહત્વ છે. કારતક પૂનમના પવિત્ર દિવસો દરમિયાન યોજાતા મેળામાં પવિત્ર સ્નાનનું અનેરું માહાત્મ્ય હોવાથી દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ અહીં ડૂબકી લગાવવા આવે છે. મેળાની શરૂઆત થતાં જ આ સંગમ તીર્થ પર શ્રદ્ધાનો અનેરો માહોલ સર્જાયો છે. રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા પરિવારો પોતાના રીતરિવાજ અને લોકસંસ્કૃતિની ઝલક સાથે અહીં પહોંચ્યા છે. આ પાંચ દિવસ દરમિયાન અનેક પરિવારોએ નદી કિનારે પોતાના તંબુ તાણીને કામચલાઉ આશિયાના બનાવી લીધા છે.

આ લોકો મેળામાં રહીને ગ્રામ્ય જીવનનો અનોખો અનુભવ કરે છે. આ પૌરાણિક મેળામાં જોવા મળતી ‘વાવ ગોળાવવી’ની પરંપરા આજે પણ જીવંત છે, જેમાં શ્રદ્ધાળુઓ રેતીમાં દીપ પ્રગટાવીને પોતાની આસ્થા વ્યક્ત કરે છે. ધામક મહત્વની સાથે સાથે, વૌઠાનો આ મેળો પશુઓના વેપાર માટે પણ દેશભરમાં જાણીતો છે. ખાસ કરીને ગદર્ભ (ગધેડાં)ના વેપાર માટે આ મેળાનું આગવું સ્થાન છે.અહીં ગધેડાની કિંમત ૧૦,૦૦૦થી લઈને ૫૦,૦૦૦ સુધીની હોય છે. રાજ્યભરમાંથી ગધેડાની ખરીદી કરવા માટે ખરીદનારાઓ પણ આવે છે. ઘોડા અને ઊંટના વેપારીઓ પણ અહીં મોટા પાયે લે-વેચ માટે એકઠા થયા છે. મેળામાં સ્થાનિક કલાકારો દ્વારા લોકનૃત્યો અને લોકગીતોના કાર્યક્રમો પણ યોજાય છે. નાના-મોટા સ્ટોલ, રમકડાંની દુકાનો અને ચકડોળ સહિતના મનોરંજનના સાધનોથી સમગ્ર વિસ્તાર મેળાની રંગતથી છલકાઈ ઉઠયો છે.  

વૌઠા તરફ જતાં ભારે વાહનોને ખેડા અને તારાપુર ચોકડીથી ડાયવર્ઝન અપાયું

વૌઠા મેળો શરૂ થતા વૌઠા તરફ જતા ભારે વાહનો ખેડા તથા તારાપુર ચોકડીથી ડાયવર્ઝન અપાયું છે. તારાપુર ચોકડી તરફથી અન્ય માર્ગ લેવાનો રહેશે. પાલ્લા બ્રિજથી લીંબાસી જતાં વાહનોને છ દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં પાલ્લાથી વૌઠા તરફ આવતા મોટા વાહનો સહીજ પાટિયાથી વૌઠા વિરપુરથી લીંબાસી તારાપુર તરફ જવાના રસ્તા ઉપર ભારે વાહનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાલાથી વૌઠા તરફ જતા ભારે વાહનો ખેડા તથા તારાપુર ચોકડી થી ડાયવર્ટ કરવામાં આવશે તારાપુર ચોકડી તરફથી અન્ય માર્ગ લેવાનો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat…
GUJARAT

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat…

February 14, 2026
વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…
GUJARAT

વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…

February 14, 2026
જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…
GUJARAT

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…

February 14, 2026
Next Post
20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં | 700 ration dealers remai…

20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં | 700 ration dealers remai...

ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા | Cheap food grain shopkeepers in Kheda distric…

ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા | Cheap food grain shopkeepers in Kheda distric...

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An…

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…

કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…

3 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

7 months ago
અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે : રઘુરામ રાજન

અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે : રઘુરામ રાજન

7 months ago
50 વર્ષમાં ઘોઘાવાસીઓ દ્વારા પાણી પાછળ એક હજાર કરોડથી વધુ ખર્ચ | Ghogha residents spend more than Rs …

50 વર્ષમાં ઘોઘાવાસીઓ દ્વારા પાણી પાછળ એક હજાર કરોડથી વધુ ખર્ચ | Ghogha residents spend more than Rs …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News