અમદાવાદ,રવિવાર 
મહારાષ્ટ્રમાં પાલઘાર ખાતે રહેતા હરેશભાઇ મહેતા અને તેમના પત્ની માતાની પ્રથમ પુણ્યતિથી હોવાથી બે દિવસ પહેલા કાલુપુર રેલવે સ્ટેશને આવ્યા હતા. વતન જવા માટે શટલ રિક્ષામાં બેસીને ગીતા મંદિર આવ્યા હતા.
રિક્ષામાં બેઠેલા શખ્સે મહિલાના રૃા. ૨.૫૦ લાખના દાગીના ભરેલા પર્સની ચોરી કરી હતી
અને રિક્ષા ભાડું લીધા વગર મહિલાને ઉતારીને રિક્ષા ચાલક ભાગી ગયો હતો.કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં બહાર ગામથી આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડીને અવાવરુ સ્થળે લઇ જઇને સોનાના દાગીના તથા રોકડા રૃપિયા સહિત કિમતી માલ સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે.










