ED Raids Offices of SP Leader Vinay Shankar Tiwari: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) લખનઉ, ગોરખપુર અને મુંબઈમાં સપા નેતા વિનય શંકર તિવારીની ઓફિસ પર દરોડા પાડી રહી છે. આ કાર્યવાહી વિનય શંકર તિવારી સાથે જોડાયેલ ગંગોત્રી એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ અને તેની સંબંધિત કંપનીઓની ઓફિસ પર કરવામાં આવી રહી છે.
મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધીને તેની તપાસ તેજ કરી
બેન્ક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેન્કોએ ગંગોત્રી એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદમાં બેન્ક લોનનું અન્યત્ર રોકાણ કરીને ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલામાં સીબીઆઈએ પહેલા કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ હવે ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધીને તેની તપાસ તેજ કરી છે.
7 બેન્કોમાંથી 1129 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી
પૂર્વ ધારાસભ્ય વિનય શંકર તિવારી ગંગોત્રી એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવે છે. વિનય શંકર તિવારી અને તેની કંપની પર થોડા વર્ષો પહેલા આ કંપની માટે 7 બેન્કો પાસેથી લગભગ 1129 કરોડ રૂપિયાની લોન લેવાનો અને બાદમાં તે જ બેન્કો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેથી, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ એજન્સીએ ગયા વર્ષે ED પાસેથી આ કેસ સંભાળ્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન
તપાસ એજન્સી દ્વારા લગભગ 27 મિલકતો એટેચ કરવામાં આવી
જો કે, તપાસ એજન્સીના સૂત્રોનું કહેવું છે કે ગયા વર્ષે આ જ કેસમાં તપાસ એજન્સીની લખનઉ ઝોનની ટીમ દ્વારા 72 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.
અટેચ કરેલી મિલકતો લખનઉ, મહારાજગંજ અને ગોરખપુરમાં છે. ગયા વર્ષે, તપાસ એજન્સી દ્વારા લગભગ 27 મિલકતો એટેચ કરવામાં આવી હતી, જેમાં કૃષિ અને વાણિજ્યિક જમીન તેમજ ઘણી રહેણાક ઇમારતોનો સમાવેશ થાય છે. અટેચ કરેલી પ્રોપર્ટીની સત્તાવાર કિંમત રૂ. 72 કરોડ છે, જો કે આજની તારીખે તેનો બજાર દર તેનાથી અનેક ગણો છે.