Image Source: Freepik
Delhi Crazy Lover Stabbed The Girl: દિલ્હીના કેન્ટ વિસ્તારમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એકતરફી પ્રેમમાં માથાફરેલ પ્રેમીએ સરાજાહેર ગર્લફ્રેન્ડ પર જીવલેણ હુમલો કર્યો છે. આ માથાફરેલ યુવકે જાહેરમાં રસ્તા પર જ છોકરી પર ચપ્પા વડે તાબડતોડ હુમલા કર્યા અને પછી ખુદના ગળે પણ ચપ્પુ ફેરવી દીધું.
માથાફરેલ પ્રેમીએ ગર્લફ્રેન્ડ પર ચપ્પા વડે હુમલા કર્યા, પછી પોતાના ગળે ચપ્પુ ફેરવ્યું
રસ્તા પર માથાફરેલ પ્રેમીનો આ તમાશો જોઈને લોકો દંગ રહી ગયા. કથિત રીતે પીડિત છોકરી તેની ગર્લફ્રેન્ડ છે. છોકરી પર હુમલો કર્યા બાદ છોકરાએ પોતાનું ગળું પણ કાપી નાખ્યું. ત્યાં હાજર લોકોએ પોલીસને કોલ કર્યો અને બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. હાલ બંનેની હાલત ગંભીર છે.
આ પણ વાંચો: શેરબજારમાં ‘બ્લડ બાથ’, રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા કડાકા પાછળના પાંચ કારણો
અગાઉ પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે ક્યારેક લવ અફેરમાં ઝઘડાના તો ક્યારેક એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી કે પ્રેમિકા દ્વારા ભયંકર હુમલાના સમાચારો સતત સામે આવતા રહે છે. એક મહિના પહેલા જ આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાં એક માથાફરેલ પ્રેમીએ 22 વર્ષની છોકરી પર ચપ્પુ વડે હુમલો કર્યો અને પછી તેના પર બાથરૂમ સાફ કરવા માટે વપરાતું એસિડ ફેંકી દીધુ હતું. આ માથાફેલ યુવકે તેની ગર્લફ્રેન્ડની બીજા કોઈ યુવક સાથે સગાઈ થઈ જતાં આ ભયાનક બદલો લીધો હતો. છેલ્લી વાર મળવા આવેલા યુવકે પહેલા છોકરી પર ચપ્પુ વડે અનેક વાર હુમલા કર્યા અને પછી તેના પર એસિડ ફેંકી દીધું અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.