![]()
વડોદરા,વાપીથી ગૂમ થયેલો યુવક વડોદરા વિશ્વામિત્રી સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ યુ.પી.નો અને હાલ વાપી રહેતો શ્રમજીવી દિલીપ દિલાવરપ્રસાદ શર્મા ( ઉં.વ.૨૪) મંગળવારે ઘરેથી કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો હતો.ે તેની શોધખોળ કરવા છતાંય ભાળ નહીં મળતા પરિવારે વાપી પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરી હતી. દરમિયાન મંગળવારે મોડી રાત્રે વડોદરા વિશ્વામિત્રી સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનું મોત થતા માંજલપુર પોલીસે સ્થળ પર જઇન તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી મોબાઇલ ફોન મળ્યો હતો. પોલીસે મોબાઇલ ફોનનો એરોપ્લેન મોડ ઓફ કરતા જ પરિવારનો કોલ આવ્યો હતો. જેના આધારે મૃતક વાપીથી ગૂમ થયેલો દિલીપ હોવાની ઓળખ થતા પોલીસે તેના પરિવારને જાણ કરી હતી.










