gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિ…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારશ્રીની વિવિધની યોજનાઓ, સ્વચ્છતા અને વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ

જિલ્લાના તમામ કામોના ગુણવતા જળવાય અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રીશ્રીની સૂચના

જિલ્લાના સર્વાંગી વિકાસ માટે દિશા સમિતિની ઉચ્ચસ્તરીય ચર્ચા

પોરબંદર.તા. ૧૫ : પોરબંદર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર સર્કિટ હાઉસ ખાતે દિશા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોની ત્વરિત પૂર્ણાહૂતિ માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ અને કડક માર્ગદર્શન આપ્યું હતું. મહાનગર પાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય તે સુનિશ્ચિત કરવા તથા ચાલુ કામોને સમયસર પૂર્ણ કરવા તેમણે ખાસ સૂચના આપી હતી. સાથે નાણાં પંચની ગ્રાન્ટ હેઠળના કાર્યોની સમીક્ષા કરીને જરૂરી સુધારાઓ માટે માર્ગદર્શન અપાયું હતું. સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતું બનાવવા અને જિલ્લાભરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા પણ ખાસ ભાર મુકાયો હતો.

વધુમાં, બેઠકમાં જિલ્લા સ્તરે અમલમાં રહેલી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, માર્ગ-મકાન, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામાજિક સુરક્ષા તથા અન્ય વિકાસ સંબંધિત મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરીને લાભાર્થીઓ સુધી સુવિધાઓ ઝડપી પહોંચે તે દિશામાં જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાભરના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરીને ખાસ કરીને SIR સંદર્ભિત કામગીરી વધુ ગતિથી આગળ વધે તે માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. રોડ તથા માર્ગવ્યવસ્થા સુદૃઢ બનાવવા, મહાનગરપાલિકા વિસ્તારના કાર્યોમાં ઝડપ લાવવા તેમજ વિભાગ વડાઓએ કાર્ય પ્રત્યે વધુ સજાગતા દાખવે તે અંગે સૂચનો અપાયા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.બી ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગોનાં કાર્યક્ષેત્રોની પ્રગતિ અંગે અહેવાલ રજૂ કર્યો હતો. આ મિટિંગ અંગેનું જરૂરી સંકલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રેખાબા સરવૈયાએ કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
GUJARAT

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

June 24, 2026
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

June 24, 2026
Next Post
10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n…

10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n...

કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ…

કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ...

RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s…

RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat…

નયનની હત્યા માટે આરોપી વિદ્યાર્થીના વાલીઓની બેદરકારી જવાબદાર | Ahmedabad crime branch recoreded stat…

10 months ago
આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

7 months ago
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 …

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 …

1 year ago
વડોદરામાં પતંગ લૂંટવા જતાં કરંટ લાગ્યો, યુવકનું મોત, જ્યારે આધેડ ત્રીજા માળેથી નીચે પટકાયા | Makar S…

વડોદરામાં પતંગ લૂંટવા જતાં કરંટ લાગ્યો, યુવકનું મોત, જ્યારે આધેડ ત્રીજા માળેથી નીચે પટકાયા | Makar S…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News