
– અલ-ફલાહ યુનિ. સામે એફઆઈઆર નોંધાઈ
– ફરિદાબાદમાં પકડાયેલા ટેરર મોડયુલે અનેક કાર બોમ્બ બનાવવાનું કાવતરું ઘડયું હોવાનો પોલીસનો દાવો
નવી દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. દિલ્હી પોલીસે હરિયાણાના નુહમાંથી વધુ બે ડોક્ટરો સાથે ત્રણની અટકાયત કરી છે. સાથે યુજીસી અને એનએએસીએ કથિત ગેરરીતિઓના આક્ષેપો કરતા અલ-ફલાહ યુનિવર્સિટી સામે બે એફઆઈઆર નોંધાવાઈ છે.










