gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tejashwi Yadav: લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી માટે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર સ્વીકારવી મુશ્કેલ બની રહી છે. જોકે તેમના પુત્ર તેજસ્વી યાદવની ફરીથી આરજેડી ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી થઈ છે, તેમ છતાં પાર્ટીમાં પરિસ્થિતિ સામાન્ય જણાતી નથી. સોમવારે ધારાસભ્ય દળની બેઠક દરમિયાન તેજસ્વી યાદવ ભાવુક થઈ ગયા હતા, જ્યાં તેમણે પોતાની તરફથી એવું પણ સૂચન કર્યું કે જો ધારાસભ્યો ઈચ્છે તો તેઓ નેતૃત્વ છોડવા તૈયાર છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોની સલાહ હોય તો તેઓ તેમના નેતા તરીકે કોઈ અન્ય વ્યક્તિને પસંદ કરી શકે છે. સાથી ધારાસભ્યોને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું કે જો તેમને લાગે કે તેમના સ્થાને કોઈ બીજું વ્યક્તિ આવવાથી સંગઠન વધુ મજબૂત બની શકે છે, તો તેઓ આવું કરી શકે છે.

ટિકિટ વહેંચણી અને હારનો આઘાત

મીડિયા રિપોર્ટ અનુસાર, એક ધારાસભ્યએ જણાવ્યું કે તેજસ્વી યાદવ ટિકિટની વહેંચણી અને હાર માટે લાગેલા આરોપોથી ખૂબ દુઃખી હતા. બેઠક દરમિયાન, તેમણે નિરાશા વ્યક્ત કરતા પૂછ્યું કે, ‘આખરે હું શું કરું? મારે પરિવારની કાળજી લેવી કે પછી પાર્ટીની?’ એવું લાગે છે કે બહેન રોહિણી આચાર્યએ લગાવેલા આરોપોને કારણે તેજસ્વી યાદવ હાલમાં દબાણ હેઠળ છે. જોકે, તેમણે આ અંગે હજુ સુધી જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. તેમના સલાહકાર અને નજીકના ગણાતા સંજય યાદવ અને રમીઝ નેમત ખાન પર પણ એવા આરોપો છે કે તેજસ્વી યાદવ માત્ર તેમની જ વાત સાંભળે છે અને આ કારણે તે પાર્ટીના કાર્યકર્તાઓથી વિખૂટા પડી ગયા છે.

આરજેડીને મોટો ફટકો, માત્ર 25 બેઠકો જ મળી

તેજસ્વી યાદવ દ્વારા અચાનક મૂકવામાં આવેલી આ દરખાસ્તને કારણે બેઠકનો માહોલ ભાવુક બની ગયો. ત્યાં હાજર તમામ ધારાસભ્યોએ તેમને આગ્રહ કર્યો કે તે પોતે જ તેમના નેતા બની રહે. આ પરિસ્થિતિમાં ખુદ લાલુ યાદવે હસ્તક્ષેપ કર્યો અને ધારાસભ્યોને તેજસ્વીને મનાવવા માટે કહ્યું. અંતે, તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી તેજસ્વી યાદવને તેમના નેતા તરીકે ફરીથી ચૂંટી લીધા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાબડી દેવી, મીસા ભારતી અને તેજસ્વી યાદવના નજીકના સંજય યાદવ પણ ત્યાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે મીસા ભારતી પણ અસંતુષ્ટ હોવાનું કહેવાય છે, પરંતુ તે જાહેરમાં કંઈ કહી રહ્યા નથી. વાસ્તવિકતા એ છે કે આરજેડીએ આ ચૂંટણીમાં 143 બેઠકો પર ઉમેદવારી કરી હોવા છતાં તેને માત્ર 25 બેઠકો મળી છે. આ પરિણામોને કારણે તે ત્રીજા નંબરનો પક્ષ બની ગઈ છે, જે પાર્ટી માટે એક મોટો આંચકો ગણાય છે.

આ પણ વાંચો: ‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું

EVM પર ગેરરીતિના આક્ષેપો

મીટિંગ દરમિયાન EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર સવાલો ઉઠાવવામાં આવ્યા અને એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, ‘આ પરિણામો ગેરરીતિ દ્વારા જ આવ્યા છે.’ આ અગાઉ, 2010માં આરજેડીને માત્ર 22 બેઠકો મળી હતી, જેના કારણે તેમને વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું ન હતું. જોકે, આ વખતે તેજસ્વી યાદવ વિપક્ષના નેતા બનવામાં સફળ રહ્યા છે. 

તેજસ્વી યાદવને નેતા તરીકે ચૂંટવાની બેઠકમાં જગદાનંદ સિંહે સ્પષ્ટપણે કહ્યું કે, ‘પાર્ટીની આ હાર EVMને કારણે થઈ છે. આ મશીનોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.’ ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રે પણ તેમની આ દલીલને ટેકો આપ્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘આપણે EVM સામે લડત આપવી પડશે અને માંગણી કરવી જોઈએ કે ચૂંટણીઓ ફક્ત બેલેટ પેપર દ્વારા જ યોજાય.’

હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…

'દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા', RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead...

વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી…

વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી...

વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ…

વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં તારિકના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે | Om Birla to be present from India at T…

બાંગ્લાદેશમાં તારિકના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે | Om Birla to be present from India at T…

5 months ago
ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

8 months ago
અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-‘મારું નહીં સાંભળે તો…

અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-‘મારું નહીં સાંભળે તો…

1 month ago
લગ્ન કરવા જ્યોતિષે તાંત્રિક વિધીના બહાને યુવક પાસેથી રૃા. ૬ લાખ પડાવ્યા | Rs 6 lakhs ra angei seni e…

લગ્ન કરવા જ્યોતિષે તાંત્રિક વિધીના બહાને યુવક પાસેથી રૃા. ૬ લાખ પડાવ્યા | Rs 6 lakhs ra angei seni e…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News