Roof Collapse At Nightclub In Dominican Republic : ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં આજે (8 એપ્રિલ) એક ભયાનક દુર્ઘટના બની છે. શહેરના પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત અચાનક તૂટી પડી છે, જેમાં 27 લોકો મોત થયા હોવાના તેમજ 150થી વધુને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હોવાથી, અહીં ખૂબ ભીડ હતી.
અનેક લોકો કાટમાળ નીચે ફસાયા, ગાયિકાને પણ ઈજા
ઈમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું કે, કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ ન મળે ત્યાં સુધી અમે રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખીશું. આ અકસ્માતમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહેલી પ્રખ્યાત ગાયિકા રૂબી પેરેઝ પણ ઘાયલ થઈ હતી.
આ પણ વાંચો : અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર: ટ્રમ્પે ડ્રેગન પર લગાવ્યો 104 ટકા ટેરિફ, ચીને કહ્યું- ‘અમે અંત સુધી લડીશું’
બાંધકામમાં બેદરકારીના કારણે બની ઘટના
છત કયા કારણોસર તૂટી પડી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘટનાના કારણો શોધવા તપાસ કરી રહી છે. નિષ્ણાતો માને છે કે, ઈમારતનું માળખું નબળું હોઈ શકે છે અથવા બાંધકામમાં બેદરકારી હોઈ શકે છે. ઘટના બાદ ક્લબને સીલ કરી દેવામાં આવ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. સરકારે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.
NEW: Nightclub roof collapse in the Dominican Republic k*lled 27 and left a singer missing; MLB pitcher Octavio Dotel was rescued
The incident occurred during merengue singer Rubby Pérez’s live performance at Jet Set nightclub in Santo Domingo
Pérez’s daughter confirmed the… pic.twitter.com/e2D7htpGPg
— Unlimited L’s (@unlimited_ls) April 8, 2025
રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
ડોમિનિકન રિપબ્લિકના રાષ્ટ્રપતિ લુઈસ એબિનાડેરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, રાહત કાર્ય પૂરજોશમાં ચાલે તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. રાષ્ટ્રપતિએ પણ પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : દુનિયાભરમાં ટ્રમ્પના અભૂતપૂર્વ વિરોધનું કારણ ફક્ત ટેરિફ નથી, 1400થી વધુ રેલીમાં 6 લાખ લોકોના દેખાવ