
Election Commission News : ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલી મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયા (SIR)નો ડર ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફેલાઈ ગયો છે. આ ડરને કારણે, પશ્ચિમ બંગાળમાંથી લગભગ 500 બાંગ્લાદેશીઓ ભારત છોડીને ભાગવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આ લોકોને સરહદ પાર કરતી વખતે ઇન્ટરસેપ્ટ કર્યા હતા, જે દરમિયાન આ સમગ્ર મામલાનો ખુલાસો થયો.
શું છે SIR અને શા માટે છે ડર?
ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં બૂથ લેવલ ઓફિસરો (BLO) ઘરે-ઘરે જઈને મતદારોની માહિતીની ચકાસણી કરી રહ્યા છે.










