gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને… | why car price increases again and again

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને… | why car price increases again and again
1
VIEWS
Share on FacebookShare on Twitter

Car Price Increase: કારની કિંમતમાં હાલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં કારની કિંમત વધી હતી અને હવે ફરી પહેલી માર્ચથી મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ કારની કિંમતમાં વધારો કરી રહ્યા છે. આ કારની કિંમત વધવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જો કે આ કિંમત વધતા ફાયદો ફક્ત સરકારને થાય છે. કારની આ કિંમત બજેટ અને લક્ઝરી બન્ને કાર માટે વધી રહી છે. આ પાછળ ભારતીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટ બન્ને જવાબદાર છે.

કારની બનાવટના ખર્ચમાં વધારો

કાર બનાવવા માટે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર જેવા ઘણી સામગ્રીની જરૂર પડે છે. કાર બનાવવા માટે આ ખૂબ જ જરૂરી છે અને જ્યારે તેની કિંમતમાં વધારો થાય છે અથવા તો સપ્લાયમાં કોઈ તકલીફ આવે અથવા સમયસર પહોંચે નહીં જેવા કોઈ પણ કારણસર તેની કિંમતમાં વધારો થાય છે. આ કિંમતોમાં વધારો થવાથી કારની કિંમતમાં વધારો થાય છે. ઇલેક્ટ્રિક વાહનોમાં લિથિયમની કિંમતોમાં વધારો થવાથી કારની કિંમતમાં પણ વધારો જોવા મળે છે.

રૂપિયાની કિંમતમાં વધ-ઘટની અસર

ભારતમાં રૂપિયાની કિંમતમાં જે વધ-ઘટ થતી રહે છે તેની સીધી અસર ઓટોમેકર્સ પર થાય છે. શ્રમિકથી લઈને લોજિસ્ટિક્સ અને એનર્જી જેવા તમામ પર તેની અસર પડે છે. કાર માટે બહારથી આયાત કરવામાં આવતી વસ્તુઓ ઉપર પણ આ વધ-ઘટની અસર પડે છે. આ તમામ તફાવત અંતે કારની કિંમત પર જોવા મળે છે. લક્ઝરી કારના આયાત પર પણ તેની અસર પડે છે.

કાયદામાં બદલાવ

સરકાર જ્યારે પણ કાયદામાં બદલાવ કરે ત્યારે તેની સીધી અસર કારની કિંમત પર પડે છે. જેમ કે, કાર કંપનીએ BS4 થી BS6 માં ફેરફાર કરવાના સમયે દરેક કંપનીએ ઘણું રોકાણ કરવું પડ્યું હતું. આ બદલાવને કારણે ટેકનોલોજી અપડેશનમાં વધુ ખર્ચ થાય છે, જેના પરિણામે કારની કિંમતમાં વધારો થાય છે. આ સિવાય કોઈ પણ નિયમોના ફેરફારોથી પણ કારની કિંમતોમાં સુધારો થાય છે.

કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને... 2 - image

સેમિકન્ડક્ટર શોર્ટેજ

ઓટોમોબાઇલ ઉદ્યોગમાં હાલમાં સેમિકન્ડક્ટરની અછતનું ગંભીર પરિણામ થયું છે. આધુનિક ટેકનોલોજી અને લેટેસ્ટ કાર માટે સેમિકન્ડક્ટર ખૂબ જ મહત્વના છે. કારની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ અને એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ જેવા મહત્વપૂર્ણ ફીચર્સમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે. તેની અછતને કારણે કારના ઉત્પાદનમાં વિલંબ થયો છે અને કારની કિંમતમાં પણ વધારો થયો છે.

યુદ્ધની અસર

દુનિયાભરમાં જ્યાં પણ કોઈ દેશો વચ્ચે સંઘર્ષ થાય છે, તેની અસર દરેક ઉદ્યોગ પર પડે છે અને ઓટોમોબાઇલ ઉદ્યોગ પણ બાકાત નથી. રશિયા અને યુક્રેન યુદ્ધ કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના વિવાદની અસર આખા વિશ્વના ઓટોમોબાઇલ ઉદ્યોગ પર થઈ છે. આ કારણે પરિવહન વ્યવસ્થામાં વિલંબ થાય છે અને સામગ્રીનું ઓછું પ્રમાણ ઉપલબ્ધ થતા કારની કિંમતોમાં વધારો થાય છે.

આ પણ વાંચો: પાંચ મિનિટ ચાર્જ કરવાથી ચાલશે 400 કિલોમીટર: ઇલેક્ટ્રિક કાર માટે ચીને શોધી નવી ચાર્જિંગ ટેક્નોલોજી

વધુ પડતાં ટેક્સ

ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સરકારે ઘણા જુદા-જુદા ટેક્સ લાદ્યા છે, જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી. લક્ઝરી કારના આયાત માટે વધુ રકમ ચૂકવવી પડે છે. પરિણામે, કારની કિંમતો વધે છે. કારની કિંમતમાં વધારો થાય એટલે સરકારને વધુ ટેક્સ મળે છે, જેનો સીધો ફાયદો સરકારને થાય છે. કાર કંપનીઓ પ્રોફિટમાં ઘટાડો કરતી નથી, એટલે અન્ય ખર્ચાઓ વધી જતાં કારના ભાવ વધારી દે છે. આ અંતે, ગ્રાહકે વધુ પૈસા ચૂકવવા પડે છે.

Tags: carGANDHINAGAR METRO NEWSincreasespriceઆકમકમતમકરનછથઈફયદરહયવધરવધરનસધસરકરન..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

March 22, 2026
કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…
Business

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

March 22, 2026
Next Post
મોદી સરકારના દિગ્ગજ મંત્રીના બે ભાણેજના સામ-સામે ગોળીબાર, એકનું મોત, એક ગંભીર

મોદી સરકારના દિગ્ગજ મંત્રીના બે ભાણેજના સામ-સામે ગોળીબાર, એકનું મોત, એક ગંભીર

UPIનું…

UPIનું...

ચકલાસી ભાગોળેથી રૂા. 3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 48 lakh seized from Chaklasi Bagole

ચકલાસી ભાગોળેથી રૂા. 3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 48 lakh seized from Chaklasi Bagole

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

6 months ago
વડોદરાના તરસાલીમાં સ્મશાન સુધીનો રસ્તો જ ગાયબ, વહેલીતકે બનાવી આપવાની માગ | demand to build road to t…

વડોદરાના તરસાલીમાં સ્મશાન સુધીનો રસ્તો જ ગાયબ, વહેલીતકે બનાવી આપવાની માગ | demand to build road to t…

7 months ago
મણીપુર અને નાગાલેન્ડથી હથિયાર લાયસન્સ મેળવવાનું મોટું રેકેટ | Big racket of obtaining arms licenses …

મણીપુર અને નાગાલેન્ડથી હથિયાર લાયસન્સ મેળવવાનું મોટું રેકેટ | Big racket of obtaining arms licenses …

12 months ago
ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News