gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનીજ ચોરીમાં પંચાયત તંત્રનો માફિયાઓને છૂટો દોર | Panchayat system gives mafia free rein in mineral t…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ખનીજ ચોરીમાં પંચાયત તંત્રનો માફિયાઓને છૂટો દોર | Panchayat system gives mafia free rein in mineral t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે ધડબડાટી
બોલાવી

શાસકપક્ષ દ્વારા સુર પુરાવીને સરપંચોને પણ નહીં ગાંઠવાની સાથે રસ્તા તોડી નાંખતા ભુમાફિયાઓ સામે પગલા લેવા માંગણી કરાઇ

ગાંધીનગર :  જિલ્લામાં ગાંધીનગર,
માણસા અને દહેગામ તાલુકામાં નદીમાંથી રેતી અને માટીની બેફામ ચોરી થવાની વાતને
સતત પકડાઇ રહેલા ખનીજ ભરેલા ડમ્પરો
,
ટ્રેક્ટરો સહિતના સાધનોથી પુષ્ટી મળેલી જ છે. ત્યારે આ મુદ્દે વિપક્ષ દ્વારા
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બઘડાટી બોલાવી દઇને આ ષડયંત્રમાં તંત્રની સંઠગાંઠ
અને હપ્તાખોરીનો આરોપ લગાવાયો હતો. શાશકપક્ષ દ્વારા તેમાં સુર પુરાવીને સરપંચોને
પણ નહીં ગાંઠવાની સાથે રસ્તા તોડી નાંખતા ભુમાફિયાઓ સામે પગલા લેવા માંગણી કરાઇ
હતી.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવક પરજ વિકાસ નિર્ભર રહેતો હોવાનું
જણાવી વિપક્ષના નેતા અજિતસિંહ રાઠોડ દ્વારા આવક વધારવા માટે શુ કરવામાં આવ્યું તેમ
પૂછયુ હતું. જિલ્લા
, તાલુકા અને
ગ્રામ્ય કક્ષાએ વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં સ્વભંડોળની આવક કેટલી થઇ તે પ્રશ્ન
ઉઠાવ્યા બાદ જણાવ્યુ હતું
,
કે સ્વભંડોળમાં સ્ટેમ્પ ડયુટી,
રેતી કાંકરી અને શિક્ષણ ઉપકર સહિત વિવિધ ૭ પ્રકારની ગ્રાન્ટ પૈકી રેતી કાંકરીનો
મુદ્દો ઉઠાવીને સવાલોનો મારો ચલાવતા સભામાં સોપો પડી ગયો હતો. તેમણે કહ્યું કે અલુવા
, પીંપળજ, અંબોડ, અમરાપુરા, પેથાપુર, સહિત નદી કાંઠા પરથી
દિવસ રાતના ધોરણે ખનીજ ચોરી કરવામાં આવે છે. તંત્ર દ્વારા માત્ર રોડ પરથી નીકળેલા ખનીજની
હેરાફેરી કરતાં વાહનો પકડવામાં આવે છે. જે ચોરી પકડાઇ રહી છે
, તે માત્ર ૧૦મા ભાગ
જેટલી પણ નથી. ત્યારે માત્ર ખનન અને વહનને કાયદેસર કરવામાં આવે અથવા તેના પર નજર રાખીને
ચોરીને રોકવામાં આવે તો રેતી કાંકરીની આવક ચારગણી થાય તેમ છે. શાશકપક્ષના સભ્યોએ ખનીજ
ચોરીમાં સંડોવાયેલા ભુમાફિયાઓ ગામના સરપંચોને ગંઠતા નહીં હોવાની સાથે પંચાયત દ્વારા
બનાવાતા રસ્તા ડમ્પરો દોડાવીને તોડી નાંખતા હોવાનું જણાવ્યુ હતું. રેતી
, માટીના ડમ્પરો સતત
ધુળ ઉડાડીને પ્રદુષણ ફેલાવતા હોવાનું કહ્યુ હતું. આ સાથે સરપંચ
, તાલુકા અને જિલ્લાના
સભ્યો તથા અધિકારીઓનું નવું માળખુ રચીને આ પ્રવૃતિ પર રોક લાગવવા ડીડીઓ સમક્ષ માગણી
કરાઇ હતી.

ખનીજ ચોરોએ ૮ હજાર ડમ્પર જેટલી માટી ચોરીને બ્રિજને જોખમમાં
મુકયો

વિપક્ષના નેતાએ જુલાઇ મહિનામાં અલુવા ગામે નદી કાંઠાની
સરકારી પડતર જમીનમાંથી ૮ હજાર ડમ્પર ભરાય તેટલી માટીની ચોરીને વેચી માર્યાની
ફરિયાદ કર્યા બાદ માણસાના ઇન્ચાર્જ મામલદાર ગત તારીખ ૧૫મીએ એટલે
, કે ત્રણ મહિના
બાદ પંચોની રૃબરૃમાં તપાસ કરીને તેનો રિપોર્ટ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીને મોકલ્યો
હતો. તેમાં સ્પષ્ટ જણાવાયું છે
,
કે અલુવા ગ્રામ પંચાયતની ગૌચર તથા સરકારી પડતર નદી કાંઠા પરની જમીનમાંથી નવીન
પ્રાથમિક શાળાની પાછળના ભાગે સાબરમતી પર નિર્માણાધિન ઓવરબ્રિજ સુધીના ૫૦૦ મીટર વધુ
લંબાઇ ધરાવતા પટ્ટ અને કોતરોની જગ્યામાંથી છેલ્લા નવ મહિનાથી ગેરકાયદે ખનન અને
વેપાર થયાંનું જણાય છે. તેના માટે એસ્કેવેટર
,
લોડર, ડમ્પર
અને ટ્રેક્ટર કામે લગાડાયાં છે. ખનન કરેલી જગ્યાએ ૫૦૦ મીટરથી વધુ પહોળાઇ
, ૬૦થી ૮૦ મીટરની
ઉંચાઇ તથા ૧૦૦ ફુટથી વધુ નદી કિનારાથી કોતરે તરફ માટીનું ખનન કરીને વહન કરાયાનું
જણાય છે. નોંધવું રહેશે
, કે
બ્રિજથી ૫૦૦ મીટર સુધી ખનન કરવા પર પ્રતિબંધ છે. પરંતુ વિપક્ષે ૧૦૦ મીટર નજીક સુધી
ખોદી નાંખતા બ્રિજ પર જોખમ ઉભુ થયાનો આક્ષેપ કરાયો છે.

મહિને રૃપિયા ૨૫ લાખનો હપ્તોે ઉઘરાવવામાં આવતો હોવાનો
આક્ષેપ

નદી કાંઠા વિસ્તારમાંથી રેતી, માટીની ચોરી સંબંધમાં વિડીયો અને ફોટા સહિત માહિતી
મોકલવામાં આવ્યા બાદ પણ રેડ પાડીને ગેરકાયદે ખનન અને વહન રોકવાના બદલે ભુસ્તર
તંત્ર દ્વારા લેખિતમાં ફરિયાદ આપવા જણાવી દેવાયાનું વિપક્ષના નેતા અજિતસિંહ રાઠોડે
સામાન્ય સભામાં સચિવને જણાવ્યુ હતું. આ સાથે તેણે મહડિનાનો રૃપિયા ૨૫ લાખનો હપ્તો
લેવાતો હોવાનો આક્ષેપ કર્યો ત્યારે આવી હપ્તાખોરીની વાતે શાશકપક્ષે પણ સુર
પુરાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં સરકારી ખરાબાની આશરે 2.80 કરોડની કીંમતી જમીન પચાવી પાડવાનું કારસ્તાન : 6 સામે લેન્ડગ્રેબિંગ…
GUJARAT

જામનગરમાં સરકારી ખરાબાની આશરે 2.80 કરોડની કીંમતી જમીન પચાવી પાડવાનું કારસ્તાન : 6 સામે લેન્ડગ્રેબિંગ…

February 9, 2026
કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ
GUJARAT

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

February 9, 2026
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….
GUJARAT

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

February 9, 2026
Next Post
પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી | Female Panchayat member threatened…

પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી | Female Panchayat member threatened...

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr...

હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા | ench…

હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા | ench...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં પાંચ બ્રિજો પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ | heavy vhicles prohibited on five…

વડોદરા જિલ્લામાં પાંચ બ્રિજો પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ | heavy vhicles prohibited on five…

7 months ago
VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં | Leakage incid…

VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં | Leakage incid…

4 months ago
સયાજીગંજ કડક બજારમાં ડમ્પર આગળ વૃદ્ધે સૂઈ જઈ દબાણ શાખાની ટીમનો વિરોધ કરતા હોબાળો | An old man slept …

સયાજીગંજ કડક બજારમાં ડમ્પર આગળ વૃદ્ધે સૂઈ જઈ દબાણ શાખાની ટીમનો વિરોધ કરતા હોબાળો | An old man slept …

2 months ago
કચ્છના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન | kutch anjar lady a…

કચ્છના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન | kutch anjar lady a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News