gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાકરોલની આસ્થા કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપાયેલું

– પાલિકાએ 1.92 કરોડનું ટેન્ડર મંજૂર કર્યું પણ ગુણવત્તા તપાસી નહીં : પેવર બ્લોક પણ ન નાખ્યા

આણંદ : બોરસદમાં આણંદ ચોકડીથી એપીએમસી સુધીનો આરસીસી રોડ માત્ર ૮ મહિનામાં તૂટવા લાગ્યો છે. બાકરોલની આસ્થા કન્સ્ટ્રક્શન કંપનીનું રૂા. ૧.૯૨ લાખનું ટેન્ડર મંજૂર થયું હતું. જેમાં ૭૧ લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવાનો હતો. રોડની બંને બાજુ બ્લોક- પેવરિંગ પણ કરાયા ન હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. 

બોરસદ પાલિકા વિસ્તારમાં આણંદ ચોકડીથી તારાપુર બાજુ જવાના હાઇવે સુધીના આરસીસીના કામમાં હજુ ૮ મહિના પણ થયા નથી ત્યારે આરસીસી રોડ કેટલીક જગ્યાએ ધારોમાંથી તૂટવા લાગ્યો છે. કપચી અને સિમેન્ટ પણ છૂટો પડી રહ્યો છે. ઉપરાંત રોડ ઉપર કપચી ઊખડી જતાં મોટા ખાડાઓ, તિરાડો પણ પડવા લાગી છે. ઉનાળા દરમિયાન વાહનવ્યવહારથી વ્યસ્ત રોડ વધુ તૂટવાની સંભાવનાઓ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. રોડના રિ-સરફેસિંગનું કામ પણ રૂા. ૫૫ લાખના ખર્ચે આપવામાં આવ્યું છે.

બોરસદ શહેરમાં આવેલા આણંદ ચોકડીથી હાઇવે બાયપાસ સુધીના રસ્તા માટે ૧૨ મહિના અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. બોરસદ પાલિકાના ચીફ ઓફિસ વિરાજ શાહે જણાવ્યું હતું કે, રોડનું રૂા. ૧.૯૨ કરોડનું ટેન્ડર બાકરોલની આસ્થા કન્ટ્રક્શન નામની કંપનીનું મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં આરસીસીનું રૂપિયા ૭૧ લાખ તેમજ રોડ રિસરફેસિંગના રૂા. ૫૫ લાખ અને ડ્રેનેજ વોટર લાઈનના ૬૫.૨૭  લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.

નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને વિવિધ વાઉચર દ્વારા રૂપિયા ૧.૧૨ કરોડની ચુકવણી પણ કરવામાં આવી હતી. જ્યારે કોન્ટ્રાક્ટરના ટેન્ડરમાંથી અમુક રકમ સમારકામ માટે રખાય છે. જે રોડ તૂટે ત્યારે રિપેરિંગમાં વપરાતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

બોરસદના વ્યક્તિએ આરટીઆઈ હેઠળ માહિતી માંગતા રોડને બંને બાજુએ બ્લોક- પેવરિંગનું કામ પણ સામેલ હોય તેવું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે રોડનું કામ પૂર્ણ થવા છતાં હજૂ બંને બાજું બ્લોકનું કામ કરાયું નથી. 

રોડના ખાતમુહૂર્ત કર્યા પછી રોડની ગુણવત્તા, મજબૂતાઈ સંદર્ભે ચકાસણી થતી ન હોવાથી, ટેન્ડરની રકમ કોન્ટ્રાક્ટરને જલદી ચૂકવાઈ જતી હોવાથી આવા આરસીસી રોડ તૂટી જાય તો જવાબદારી કોની તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે.

કોન્ટ્રાક્ટરને રૂા. 1.12 કરોડ ચૂકવી આપ્યા : પાલિકા એન્જિનિયર

બોરસદ પાલિકાના એન્જિનિયર તબજુલ પઠાણે જણાવ્યું હતું કે, ગત ૨૦ ડિસેમ્બર-૨૦૨૩ના રોજ ઠરાવ થયો હતો તેમાં બ્લોક પેવરિંગનું કામ સામેલ હતું પરંતુ, નવા એસ્ટીમેશનમાં ગ્રાન્ટ મર્યાદાને કારણે બ્લોક પેવરિંગનું કામ ટેન્ડરમાં લેવામાં આવ્યું નહોતું. આ કામ પેટે સરકારમાંથી કુલ ૧.૪૪ કરોડની ગ્રાન્ટ પણ આવી ગયેલી છે. જેમાંથી કોન્ટ્રાક્ટરને ૧.૧૨ કરોડ ચૂકવી આપેલા છે અને હજુ રૂપિયા ૩૨ લાખ પાલિકામાં જમા છે તેમ જ ગ્રાન્ટની બાકીની રકમ રૂપિયા ૪૭ લાખ હજુ સરકારમાંથી આવી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…
GUJARAT

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…

May 11, 2026
હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…
GUJARAT

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…

May 11, 2026
અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…
GUJARAT

અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…

May 11, 2026
Next Post
ભાવનગરઃ હીરા ઠગાઈ મામલે ફરિયાદી સહિત બે વેપારીની અટક, ડાયમંડ ઓસો.નો આઈજી કચેરીને ઘેરાવ | Two traders…

ભાવનગરઃ હીરા ઠગાઈ મામલે ફરિયાદી સહિત બે વેપારીની અટક, ડાયમંડ ઓસો.નો આઈજી કચેરીને ઘેરાવ | Two traders...

તારાપુર તાલુકાના જલ્લા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught from Jalla village of Tarapu…

તારાપુર તાલુકાના જલ્લા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught from Jalla village of Tarapu...

ઓઢવ,અમરાઈવાડી જશોદાનગરની રબારી વસાહતમાં વસતા ૧૧૦૦ પરિવારને માલિકી હક મેળવવા હાલની જંત્રીના ૧૫ ટકા રક…

ઓઢવ,અમરાઈવાડી જશોદાનગરની રબારી વસાહતમાં વસતા ૧૧૦૦ પરિવારને માલિકી હક મેળવવા હાલની જંત્રીના ૧૫ ટકા રક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની ભાગોળે ઠેબા ચોકડી નજીક આજે પરોઢિયે ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકોને ભારે હાલાકી | A traffic…

જામનગરની ભાગોળે ઠેબા ચોકડી નજીક આજે પરોઢિયે ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકોને ભારે હાલાકી | A traffic…

9 months ago
ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG…

ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG…

5 months ago
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ | War fears b…

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ | War fears b…

1 year ago
ખારીકટ કેનાલ પ્રોજેક્ટ અંગે ભાજપ ધારાસભ્યના AMCને સવાલ, કહ્યું- ‘તંત્રની નબળી કામગીરીને કારણે ખેડૂતો…

ખારીકટ કેનાલ પ્રોજેક્ટ અંગે ભાજપ ધારાસભ્યના AMCને સવાલ, કહ્યું- ‘તંત્રની નબળી કામગીરીને કારણે ખેડૂતો…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News