gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે ‘અગ્નિપરીક્ષા’, તંત્રના પેટનું પાણી નથી હ…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે ‘અગ્નિપરીક્ષા’, તંત્રના પેટનું પાણી નથી હ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: ગુજરાત સરકાર ‘ભણશે ગુજરાત, રમશે ગુજરાત’ના ભલે ગમે તેટલા સ્લોગન આપે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલી હાથસણી સીમશાળાના 50થી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું એ હવે એક મસમોટો પડકાર નહીં પણ જીવલેણ સંઘર્ષ બની ગયો છે. ખેત મજૂરોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરુ કરાયેલી આ શાળાના રસ્તા પર ન તો કોઈ પાકો માર્ગ છે, ન તો સલામતી, જેના કારણે વિદ્યાર્થીઓ રોજ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે.

કાદવ-કીચડના સામ્રાજ્યમાં બાળકોનું ભવિષ્ય

બાલ વાટિકાથી ધોરણ 7 સુધીનો અભ્યાસ આપતી આ સીમશાળા સુધી પહોંચવા માટે બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને રોજ ગંદા પાણીના વહેણ અને કાદવ-કીચડના સામ્રાજ્યમાંથી પગપાળા ચાલીને પસાર થવું પડે છે. વેંત જોટલો પગ ખૂંપી જાય તેવા કીચડમાંથી બાળકોને રોજ પસાર થવું પડે છે. ચોમાસામાં અને વરસાદ બાદ આ વોકળામાંથી પસાર થવું એ અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે.

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે 'અગ્નિપરીક્ષા', તંત્રના પેટનું પાણી નથી હલતું 2 - image

વન્ય પ્રાણીઓનો ભય: 

આ સીમશાળા જંગલ જેવા ગાઢ અને ગીચ વાડી વિસ્તારમાં આવેલી છે. 4થી 5 કિલોમીટર પગપાળા ચાલીને આવતા નાના ભૂલકાઓ સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓના ભયના ઓથાર તળે શિક્ષણના પાઠ ભણી રહ્યા છે. વિદ્યાર્થીઓએ પોતે જ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, વેરાન વગડો અને ગીચ ઝાડીવાળી સાંકડી ગલીમાંથી પસાર થતાં તેમને સતત ભય રહે છે.

શિક્ષકો બન્યા ‘રક્ષક’: ક્યાં છે તંત્ર?

આ બાળકોની તંત્રને તો કોઈ ચિંતા નથી, પરંતુ શિક્ષકો માનવતા દાખવે છે. જ્યારે શાળા છૂટે છે, ત્યારે વન્યપ્રાણીઓના ભયને કારણે શિક્ષકોએ જ રક્ષક બનવું પડે છે. શિક્ષકો પોતાની કારમાં 5-7 અને બાઇકમાં 2-3 વિદ્યાર્થીઓને બેસાડીને તેમના ઘર સુધી પહોંચાડવાની મનાવતા રાખે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા યથાવત્ છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે 'અગ્નિપરીક્ષા', તંત્રના પેટનું પાણી નથી હલતું 3 - image

‘ભણશે ગુજરાત’ના સ્લોગન પર સવાલ અને TPOની હૈયાધારપત

આટલા વર્ષો સુધી બેદરકારી દાખવ્યા બાદ હવે શિક્ષણ વિભાગના ટી.પી.ઓ.એ આખરે સ્વીકાર્યું છે કે શાળાએ પહોંચવા માટે રોડ-રસ્તો જ નથી. ટી.પી.ઓ.એ હૈયાધારણા આપી છે કે, શિક્ષણ વિભાગ હવે R&B અને તાલુકા પંચાયતના અધિકારીઓ સાથે મળીને આ રસ્તા બને તે માટે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા

જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અને ગટરના ગંદા પાણી જેવા વહેણમાંથી પસાર થઈને ભણવા મજબૂર છે, ત્યાં રાજ્ય સરકારના ‘ભણશે ગુજરાત’ અને ‘શિક્ષણ મેળવવું એ અધિકાર છે’ જેવા સ્લોગનોની વાસ્તવિકતા પર મોટો પ્રશ્નાર્થ લાગ્યો છે. બાળકોના જીવ જોખમમાં મૂકનારી આ પરિસ્થિતિ પર તંત્ર ક્યારે જાગશે અને ક્યારે બાળકોને સલામત રસ્તો મળશે, તે જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
અમદાવાદમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા, એક દિવસમાં 5 લોકોને કરડ્યા | stray dog ​​attacks Incidents inc…

અમદાવાદમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા, એક દિવસમાં 5 લોકોને કરડ્યા | stray dog ​​attacks Incidents inc...

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |...

Rupee falls: ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, 89.61ના સ્તરે પહોંચ્યો | Rupee Hits Lifetime…

Rupee falls: ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, 89.61ના સ્તરે પહોંચ્યો | Rupee Hits Lifetime...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

12 months ago
અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on…

અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on…

12 months ago
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં | india covid…

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં | india covid…

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News