gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફોરેન ફંડોના સેલિંગે કડાકો : સેન્સેક્સ 401 પોઈન્ટ તૂટી 85232 | Sensex falls 401 points to 85232

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in Business
0 0
0
ફોરેન ફંડોના સેલિંગે કડાકો : સેન્સેક્સ 401 પોઈન્ટ તૂટી 85232 | Sensex falls 401 points to 85232
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમેરિકી ડોલર સામે રૂપિયાનું પતન : ઐતિહાસિક નીચા તળીયે

મુંબઈ : વૈશ્વિક બજારોમાં એક તરફ અમેરિકી બજારોમાં સતત ધોવાણ અને બિટકોઈનમાં કડાકો બોલાઈ જવા સાથે થઈ રહેલી મોટી ઉથલપાથલ વચ્ચે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક પતન થઈ એક જ દિવસમાં આજે ૭૯ પૈસા તૂટીને ૮૯.૪૮ની વિક્રમી નીચી સપાટીએ ખાબકી જતાં ભારતીય શેર બજારોમાં સપ્તાહના અંતે શેરોમાં કડાકો બોલાયો હતો. હમણાં સુધી વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય બજારોમાં તેજી જોવાયા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ છેલ્લા કેટલાક દિવસોથી શેરોમાં વેચવાલી અટકાવી ખરીદદાર બન્યા બાદ આજે સાવચેતીમાં નવી તેજીથી દૂર રહ્યા હતા. ક્રુડ ઓઈલમાં ભારતનું આયાત બિલ અમેરિકાથી વધતી આયાતની સાથે વધવાના અંદાજોએ પણ આજે ઓઈલ કંપનીઓની ડોલર માટેની માંગ મોટી રહેતાં રૂપિયો તૂટવા સાથે ફંડો શેરોમાં સાવચેતીમાં  હળવા થયા હતા. કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, બેંકિંગ, હેલ્થકેર શેરોમાં ફંડોની મોટી વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૪૦૦.૭૬ પોઈન્ટ ગબડીને ૮૫૨૩૧.૯૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૨૪ પોઈન્ટ તૂટીને ૨૬૦૬૮.૧૫ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૬૫ તૂટયો : પાવર ઈન્ડિયા રૂ.૮૩૩, એઆઈએ રૂ.૧૪૨, મઝગાંવ રૂ.૮૬ તૂટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ મોટું હેમરિંગ કર્યું હતું. પાવર ઈન્ડિયા રૂ.૮૩૩.૦૫ તૂટીને રૂ.૨૧,૫૬૫.૫૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૪૨.૩૦ તૂટીને રૂ.૩૬૯૬.૬૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૫.૬૫ ઘટીને રૂ.૪૯૨.૧૫, મઝગાંવ ડોક રૂ.૮૬.૨૫ ઘટીને રૂ.૨૭૪૨.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૫.૪૦ ઘટીને રૂ.૧૫૧૧.૩૦, થર્મેક્સ રૂ.૮૩.૨૫ ઘટીને રૂ.૨૮૮૫.૮૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૭.૨૦ ઘટીને રૂ.૩૪૭૨.૪૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૨૦.૯૫ ઘટીને રૂ.૪૫૯૫, ઝેનટેક રૂ.૩૧.૯૫ ઘટીને રૂ.૧૪૧૨.૫૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૨૫ ઘટીને રૂ.૩૩૪.૮૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૩૦૫.૬૫ ઘટીને રૂ.૧૫,૨૪૫.૩૫, એલએમડબલ્યુ રૂ.૩૦૫.૬૫ ઘટીને રૂ.૧૫,૨૪૫.૩૫, કેઈઆઈ રૂ.૮૧.૭૦ ઘટીને રૂ.૪૦૮૦.૯૦, ટીટાગ્રહ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૮૫૦.૨૦, પોલીકેબ રૂ.૧૨૧.૪૦ ઘટીને રૂ.૭૫૨૦.૯૫  રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૬૪.૬૬ પોઈન્ટ તૂટીને ૬૯૩૬૪.૦૧ બંધ રહ્યો હતો. 

મેટલ શેરોમાં કડાકો : લોઈડ્સ મેટલ રૂ.૪૧ તૂટી રૂ.૧૨૨૧ : સેઈલ, હિન્દુસ્તાન ઝિંક, જિન્દાલ ગબડયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ફંડોએ મોટાપાયે વેચવાલી કરી હતી. લોઈડ્સ મેટલ રૂ.૪૧.૩૫ તૂટીને રૂ.૧૨૨૧.૮૫, સેઈલ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૧૩૩.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૪૫૭.૯૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩૧.૬૫ ઘટીને રૂ.૧૦૩૮.૨૦, નાલ્કો રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૫૦.૩૫, હિન્દાલ્કો રૂ.૨૨.૫૦ ઘટીને રૂ.૭૭૭.૧૦, વેદાન્તા રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૪૯૬.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૯.૨૫ ઘટીને રૂ.૧૧૪૦.૫૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૭૫૧.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૦૯.૫૦ પોઈન્ટ તૂટીને ૩૩૬૧૧.૯૭ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૫૨૪ પોઈન્ટ ઘટયો : બેંક ઓફ બરોડા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈમાં ફંડો વેચવાલ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ  નવી તેજીથી દૂર રહી આજે હળવા થવાનું પસંદ કર્યું હતું. બેંક ઓફ બરોડા રૂ.૪.૧૦ ઘટીને રૂ.૨૮૪.૧૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૯૯૮.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૧૩૬૯.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૧૦ ઘટીને રૂ.૯૭૨.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૨૪.૦૭ પોઈન્ટ ઘટીને ૬૬૧૪૪.૬૮ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ખરીદી અટકી : બ્લુજેટ, કોપરાન, પેનેશિયા બાયોટેક, ડિકાલ, સોલારા, થેમીસમેડી ઘટયા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ આજે ફંડોની નવી મોટી ખરીદી અટકીને ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ફિશર રૂ.૨.૧૦ ઘટીને રૂ.૪૧, બ્લુજેટ રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૫૫૫.૨૫, કોપરાન રૂ.૫.૨૦ ઘટીને રૂ.૧૨૮.૮૦, પેનેશિયા બાયોટેક રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૩૪૪.૬૫, ડિકાલ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૨૩૭.૦૫, સોલારા રૂ.૧૮.૩૦ ઘટીને રૂ.૫૪૬.૨૦, થેમીસ મેડી રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૦૯.૨૫, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૪.૪૫ ઘટીને રૂ.૫૧૭.૧૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૨૧.૨૭ પોઈન્ટ ઘટીને ૪૪૩૯૫.૬૬ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં તેજીને બ્રેક : ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, રેટગેઈન, નેટવેબ, બ્લેકબોક્સ, ડાટામેટિક્સ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજીને બ્રેક લાગી આજે ફંડો અમેરિકી શેર બજાર નાસ્દાકમાં નરમાઈ પાછળ હળવા થયા હતા. ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૨૫.૯૫ ઘટીને રૂ.૫૭૫.૬૦, રેટગેઈન રૂ.૨૯.૪૫ ઘટીને રૂ.૬૮૪.૪૫, નેટવેબ રૂ.૧૩૩.૨૫ ઘટીને રૂ.૩૩૦૬.૫૫, બ્લેક બોક્સ રૂ.૧૮.૦૫ ઘટીને રૂ.૫૧૪.૬૦, ડાટામેટિક્સ રૂ.૨૯.૭૫ ઘટીને રૂ.૮૬૪.૮૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૯.૮૫ ઘટીને રૂ.૫૭૭.૯૦, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૩૫.૭૦ ઘટીને રૂ.૧૦૭૮.૦૫, એએસએમ ટેકનો રૂ.૧૧૦.૬૦ ઘટીને રૂ.૩૫૯૩.૩૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૦૬ ઘટીને રૂ.૮૧૬૫.૯૫, કોફોર્જ રૂ.૫૦.૦૫ ઘટીને રૂ.૧૭૯૬.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૭૩.૫૬ પોઈન્ટ ઘટીને ૩૫૮૭૪.૨૨ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની વ્યાપક નફારૂપી વેચવાલી : ૨૯૮૧ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ફંડો, મહારથીઓએ તેજીને બ્રેક લગાવી મોટું સેલિંગ કર્યા સાથે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક નફારૂપી વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ  નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૧૯૭  અને ઘટનારની સંખ્યા ૨૯૮૧  રહી હતી. 

FPIs/FIIની રૂ.૧૫૮૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૩૬૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૧૫૮૦.૭૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૩૬૦.૨૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૧૯ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૭૨.૨૨ લાખ કરોડ

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ કડાકા સાથે ઘણા એ ગુ્રપ સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ મોટાપાયે વેચવાલી રહેતાં ભાવો તૂટતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ રૂ.૪.૧૯  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૭૨.૨૨ લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
Next Post
રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

અમદાવાદમાં ખાખી લજવાઈ: વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં…

અમદાવાદમાં ખાખી લજવાઈ: વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં...

અમદાવાદમાં 4 વર્ષમાં ફક્ત 39 જ સિમેન્ટ રોડ બન્યા, વાયદો તો 99નો કરાયો હતો, કોટ વિસ્તારને ઠેંગો | Ahm…

અમદાવાદમાં 4 વર્ષમાં ફક્ત 39 જ સિમેન્ટ રોડ બન્યા, વાયદો તો 99નો કરાયો હતો, કોટ વિસ્તારને ઠેંગો | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલીડાના મહિલા સરપંચના પતિએ કોન્સ્ટેબલને લાફો માર્યો

ગોલીડાના મહિલા સરપંચના પતિએ કોન્સ્ટેબલને લાફો માર્યો

12 months ago
ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma

ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma

4 months ago
ધો. 5-8માં ડિટેન્શન પોલિસી હેઠળ RTEના બાળકોને નાપાસ કરતા બે સ્કૂલો વિરુદ્ધ તપાસના આદેશ | Investigati…

ધો. 5-8માં ડિટેન્શન પોલિસી હેઠળ RTEના બાળકોને નાપાસ કરતા બે સ્કૂલો વિરુદ્ધ તપાસના આદેશ | Investigati…

12 months ago
વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…

વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News