મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજ સોના-ચાંદીના સભાવમાં નીચા મથાળેથી આવેલા ઉછાળા અલ્પજીવી નિવડતાં ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં સોનામાં ફંડો ફરી દાખલ થયા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરી બજારમાં આજે સોનામાં નવી માગ ધીમી રહેતાં માનસ ઉછાળે વેંચવાનું રહ્યું હતું. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૦૯૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૨૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ જો કે કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૯૧૫૦૦ બોલાતા થયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૧૯થી ૩૦૨૦ ડોલરવાળા નીચામાં ભાવ ૨૯૭૮ તથા ઉંચામાં ભાવ ૩૦૧૯ થઈ ૩૦૦૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૧૪થી ૩૦.૧૫ વાળા નીચામાં ભાવ ૩૦.૪૩ થઈ ૩૦.૨૧થી ૩૦.૨૨ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૮૭૨૮ વાળા રૂ.૮૭૯૫૩ થઈ રૂ.૮૮૧૯૫ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૯૦૮૫ વાળા રૂ.૮૮૩૦૬ થઈ રૂ.૮૮૫૫૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૩૯૨ વાળા નીચામાંરૂ.૮૯૫૮૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૯૦૩૬૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૧૬ તથા ઉંચામાં ૯૩૩ થઈ ૯૨૩થી ૯૨૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૦૯ તથા ઉંચામાં ૯૨૫ થઈ ૯૧૭થી ૯૧૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આંચકા પચાવી આજે ૧.૭૯ ટકા ઉંચકાયાના નિર્દેશો મળ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ તળિયેથી વધી આવ્યા હતા. બ્રેન્ડ ક્રૂડતેલના ભાવ બેરલના ૬૪.૧૦ વાળા વધી ૬૫.૨૧ થઈ ૬૪.૬૦ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૦.૩૯ વાળા ઉંચામાં ૬૧.૭૫ થઈ ૬૧.૧૫ ડોલર રહ્યા હતા.