gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227 | Sensex rises 1089 points to 74227 after volatility

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in Business
0 0
0
વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227 | Sensex rises 1089 points to 74227 after volatility
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વને પોતાના આકરાં ટેરિફથી બાનમાં લેનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વર્લ્ડ ટ્રેડ વોર અનેક દેશોને હચમચાવીને વાટાઘાટના ટેબલ પર આવવા મજબૂર કર્યા બાદ હવે આ યુદ્વ વિશ્વ સામે નહીં, પરંતુ અમેરિકા વિરૂધ્ધ ચાઈનામાં પરિણમતાં આજે વૈશ્વિક બજારોમાં મંદીની ઉડાઉડ અટકી પ્રત્યાઘાતી મોટો ઉછાળો આવ્યો હતો. ભારતીય શેર બજારો પણ લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે તક ઝડપીને પેનીકમાં રૂ.૧૨,૦૦૦ કરોડથી વધુ રકમના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કર્યા બાદ આજે વર્લ્ડ માર્કેટ પાછળ વધુ તેજી કરી હતી. અલબત નિષ્ણાંતોમાં હજુ ઘણા શેરોમાં વેલ્યુએશન સસ્તું નહીં થયું હોઈ સાવચેત રહેવાની સલાહએ આજે ઉછાળે ઈન્વેસ્ટરો હળવા થયા હતા.

ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૧૭૨૧ પોઈન્ટ ઉછળી ૭૪૮૫૯

નવી લેવાલીએ સેન્સેક્સને ૭૪૦૦૦ની સપાટી અને નિફટી ૫૦ ઈન્ડેક્સને ૨૨૫૦૦ની સપાટી પાર કરાવી હતી. સેન્સેક્સ આગલા દિવસના બંધ સામે આજે ગેપ અપ ઓપનીંગ સાથે ખુલ્યા બાદ એક તબક્કે ૧૭૨૧.૪૯ પોઈન્ટના ઉછાળો ઉપરમાં ૭૪૮૫૯.૩૯ સુધી પહોંચ્યો હતો. જે વોલેટીલિટીના અંતે ૧૦૮૯.૧૮ પોઈન્ટ વધીને ૭૪૨૨૭.૦૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ ગેપ અપ ઓપનીંગમાં ૨૨૪૪૬.૭૫ મથાળે ખુલ્યા બાદ એક તબક્કે ૫૩૫.૬૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૨૬૯૭.૨૦ સુધી પહોંચી અંતે ૩૭૪.૨૫ પોઈન્ટ વધીને ૨૨૫૩૫.૮૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ

અમેરિકાએ ચાઈના પર વધુ ટેરિફ લાદતાં અને હજુ ૫૦ ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપતાં ભારત પર ૨૬ ટકા ટેરિફ છતાં ભારતની નિકાસોને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોનું શોર્ટ કવરિંગ સાથે આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. ટાઈટન કંપની રૂ.૯૯.૬૦ ઉછળીને રૂ.૩૧૨૩.૨૫, વોલ્ટાસ રૂ.૨૪.૬૦ વધીને રૂ.૧૩૨૦.૩૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૩.૬૦ વધીને રૂ.૨૪૮.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૬.૦૫ વધીને રૂ.૪૯૨.૪૫ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરોમાં ઉછાળો

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફ્રન્ટલાઈન શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થતાં અને લોકલ ફંડોના પસંદગીના વેલ્યુબાઈંગે શેરોમાં તેજી જોવાઈ હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૩૦ વધીને રૂ.૨૮૧.૪૫, લાર્સન એન્ડ ટુબ્રોમાં કવરિંગ સાથે વેલ્યુબાઈંગે રૂ.૯૦.૩૫ વધીને રૂ.૩૧૬૧.૨૦, આરવીએનએલ રૂ.૭.૯૦ વધીને રૂ.૩૪૪.૫૦, સીજી પાવર રૂ.૧૨.૬૫ વધીને રૂ.૫૫૩, એબીબી ઈન્ડિયા રૂ.૯૭.૬૫ વધીને રૂ.૫૦૬૬.૭૫ રહ્યા હતા.

બેંકિંગ-ફાઈનાન્સ શેરો વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી સાથે શોર્ટ કવરિંગ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૨.૪૦ વધીને રૂ.૭૬૯.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૬.૫૫ વધીને રૂ.૨૩૫.૮૦, એક્સિસ બેંક રૂ.૨૮.૫૫ વધીને રૂ.૧૦૭૭.૫૦, કેનેરા બેંક રૂ.૨.૨૫ વધીને રૂ.૮૯.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૨૯૯.૩૦, કોટક બેંક રૂ.૧૫.૨૫ વધીને રૂ.૨૦૫૪.૪૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૯૫ વધીને રૂ.૧૭૬૯.૧૦ રહ્યા હતા.

ધબડકા બાદ સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું વેલ્યુબાઈંગ : ૨૬૧૮ શેરો પોઝિટીવ બંધ

ટ્રમ્પના  ટેરિફ આતંકથી વિશ્વના બજારો હચમચી ગયા બાદ આજે રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોએ વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૦૯  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૧૮ અને ઘટનારની સંખ્યા ૫૬૭ રહી હતી.

DIIની રૂ.૩૦૯૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૪૯૯૪  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૦૯૭.૨૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ  રૂ.૭.૩૨ લાખ કરોડ વધી

કડાકા બાદ વેલ્યુબાઈંગ સાથે ફંડો સક્રિય બની સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી સાથે સેન્સેક્સ, નિફટીમાં તેજીના પરિણામે આજે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૩૨ લાખ કરોડ વધીને રૂ.૩૯૬.૫૭  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર? | donald trump 26 percent…

ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર? | donald trump 26 percent...

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ, વિશેષ વિમાનમાં ભારત રવાના | 26 11 Attack …

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ, વિશેષ વિમાનમાં ભારત રવાના | 26 11 Attack ...

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti…

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં હિટ એન્ડ રન: ઈકો ચાલકે ત્રણને અડફેટે લેતા બે રાહદારીના કમકમાટીભર્યા મોત | Hit and run in …

પંચમહાલમાં હિટ એન્ડ રન: ઈકો ચાલકે ત્રણને અડફેટે લેતા બે રાહદારીના કમકમાટીભર્યા મોત | Hit and run in …

4 months ago
ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…

ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…

3 months ago
ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ …

ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ …

3 weeks ago
તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં ‘મહારાષ્ટ્ર’ જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ | aiadmk cri…

તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં ‘મહારાષ્ટ્ર’ જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ | aiadmk cri…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News